>> We have cure 10,000 patient in Asthma. >> Alzihmer is Now 100% curable. >> Medicine researched to cure Parkinson's Disease. (Patient is completely cured) >> New Video of Ayush program uploaded. Dr. Pradip Doshi's Interview on Asthma. >> Multiple Sclerosis is now Cured & Curable. >> Pancratisis patient gets Cured (Bhaveshbhai). >> Kidney failure cured - many patients Cured >> Cancer Cured (Anandiben Patel)
એનાલ ફીશર એગેલેક્ટીયા અસ્થમા એન્યુરેસીસ
એપીલેપ્સી ઓપ્ટીક નર્વ એટ્રોપી કેટરેક્ટ કેન્સર
ગાલ બ્લેડર સ્ટોન ડાઉન સિન્ડ્રોમ પેપ્ટીક અલ્સર પ્રોસ્ટેટાઈટીસ
કિડનીના ચેપ ફ્લુ બ્રોન્કાઈટીસ માઈગ્રેન
લ્યકોડર્મા વેરીકોઝ વેઈન સર્વાઈકલ ઈરોઝન સ્ટેમરિંગ
સીઝોફ્રેનિયા સીસ્ટાઈટીસ હાઈ બ્લડ-પ્રેશર ગર્ભાશયના મુખનું કેન્સર
ગાઉટ જીભનું કેન્સર હર્પીસ ઝોસ્ટર સ્ટરીલીટી
ન્યુરાઈટીસ લમ્બાગો મેલેરિયા ઈનડાઈજેશન
પર્સનાલિટી ડીસઓર્ડર રીકેટસ રહ્યુમેટોઈડ આથ્રાઈટીસ  

અસ્થમા

શ્ર્વસનતંત્રનો સહુથી ભયાનક રોગ

તબીબી ભાષામાં ‘અસ્થમા’ તરીકે ઓળખાતો દમનો રોગ હાલના પ્રદુષિત વાતાવરણને કારણે ખૂબ ફેલાઈ ગયો છે. શ્ર્વસનતંત્ર સાથે સંકળાયેલ આ રોગમાં જોઇએ તો લક્ષણો નીચે પ્રમાણે હોય છે.

અસ્થમાના હુમલા મોટા ભાગે શિયાળા અથવા ચોમાસામાં આવે છે. ક્યારેક હૃદયના રોગના કારણે તા હુમલા મહેનત, માનસિક તાણ વગેરેથી વધી કોઈ પણ ઋતુમાં આવે છે.

જયારે દર્દીને દમનો હુમલો આવે ત્યારે તેને શરૂઆતમાં શ્ર્વાસ અંદર લેવામાં કે ઉચ્છવાસ કાઢવામાં તકલીફ જણાય, છાતીમાં ભાર જણાય, ભીંસ અનુબવાય. ગુંગળામણ થાય પછી છાતી ધમણની જેમ ફૂલવા લાગે, શ્ર્વાસ લેવામાં તકલીફ પડે. ત્યારબાદ દર્દીને હુમલો ચાલુ રહે તો હાથ-પગ બ્લ્યુ થઈ (આ તબક્કો ઘણો ગંભીર ગણાય) દર્દીને બેઠા બેઠા થાક લાગે, દર્દી સઊવે તો શ્ર્વાસ વધારે ચઢે. દર્દીને ટેકો આપી બેસાડવાથી સારું લાગે.

એલર્જીક કે ઈન્ફેક્ટીવ અસ્થમા તરીકે ઓળખાતા દમમાં દર્દીને ગળફા નીકળે, અંદર ચેપ વધારે હોય તો દર્દીને તાવ આવે. આ રોગનો તીવ્ર હુમલો જીવલેણ નીવડી શકે છે.

દમ - કાર્ડિઆક, એલર્જીક રિએક્શન કે માનસિક કારણોથી ઉદભવે છે. કેટલીકવાર કેટલાક દર્દીઓના જીવનમાં કોઈક ઘટના તેને સંબંધિત રિએક્શન આપતી વસ્તુ સાથે બનતી હોવાથી ડૉક્ટર તથા દર્દી નિદાનમાં ભૂલ ખાઈ શકે છે.

બાળકો ને વૃદ્ધોમાં વધુ પ્રમાણમાં જોવા મળતા આ રોગમાં માનસિક તાણ – દબાણ ભાગ ભજવે છે. જેથી વ્યવસાયિક માતાઓએ બાળકનું ટાઈમટેબલ સુમેળભર્યું બનાવી માતાની ગેરહાજરી કે હૂંફનો અભાવ અનુભવી આ જીવલેણ ત્રાસદાયક રોગનો ભોગ બાળક ન બને તેનો ખ્યાલ રાખવો. વૃદ્ધોનું સ્વમાન ન ઘવાય અને તેમના માનસિક અસ્તિત્વને પડકાર ન ફેંકાય તેવું વાતાવરણ કુટુંબીજનોએ ઘરમાં પેદા કરવું જોઈએ. દમના રોગના મોટા ભાગના દર્દીઓને ચામડીના દર્દો પણ વારાફરતી દેખા દે છે જેમાં ખસ, ખરજવું, દાદર વગેરે હોઈ શકે.

આમાં ચામડીના રોગમાં બહારથી લગાવવાના મલમો કે ઔષધીઓથી દબાવતા ચામડી ઉપરથી દબાઈ શરીરના ફેફસાં જેવા અગત્યના અંગને હાની પહોંચાડે છે. આમાં હોમિયોપેથિક દવા દમને તથા ચામડીના રોગને હંમેશ માટે મટાડી શકે છે. (આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં અપાતી દવાઓ ખૂબ આડઅસર ધરાવતી હોય છે. તેમાંય જ્યારે સ્ટીરોઈડ પ્રકારની દવાઓ આપવામાં આવે છે ત્યારે દર્દીને લાંબા ગાળે હૃદય, હાડકા, કિડની, આંખો વગેરેને નુકશાન થાય છે. આથી તેની યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.)

     આ રોગ અસાધ્ય નથી પરંતુ વ્યવસ્થિત સારવાર માંગી લે છે.દરેક દર્દીએ ખોરાક, યોગ તથા દવા ત્રણેનો સમન્વય કરી તેની સારવાર લેવાથી અવશ્યપણે આ રોગ મટાડી શકાશે.

ગાઉટ

સાંધામાં યુરેટ  જમા થવાથી થતો સાંધાનો રોગ

     ઉંમર વધવાની સાથે જુદા જુદા અંગો જુદા જુદા રોગોથી જકડાવા લાગે અને તેની સાથે માનવીને ઉંમર વધવાનો અનુભવ થવા લાગે, જેમાં મુખ્યત્વે સાંધાના રોગો છેં.

     જયારે શરીરના સાંધા જુદા જુદા રોગોના ભોગ બને તેને તબીબી ભાષામાં આર્થ્રોપેથી (Arthropathy) કહે છે. લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી ‘યુરેટ’ સ્ફટીકનું સાંધામાં જમા થવાથી સાંધાનો જે રોગ પેદા થાય છે તેને  ‘ગાઉટ’ ના (ગાંઠિયો વા) નામે ઓળખવામાં આવે છે, જેના કારણે દર્દી હલનચલન દરમ્યાન દુઃખાવો અનુભવે  છે. આ રોગની શરૂઆતમાં દર્દીના એક સાંધામાં દુઃખાવો અને સોજો શરૂ થાય છે. જેમાં મોટા ભાગે પગના સાંધા કે અંગુઠો ભોગ બને છે. અને ત્યારબાદ એક કરતા વધુ સાંધા અસર પામે છે.

     આ રોગ થવા પાછળના કારણોમાં વધારે પડતો દારૂ, કસરત કે પ્યુરીન ધરાવતા તત્વોનું સેવન જવાબદાર ગણાય છે, પરંતુ ઈજા, ઓપરેશન બાદ કે વારંવાર ચેપી રોગથી અસર પામ્યા પછી આ રોગ થવાની સંભાવના વધે છે.

     આ રોગમાં શરૂમાં યુરેટ સાંધામાં, કાનમાં ખાસ કરીને સાંધાની ગાદી આસપાસ જમા થાય છે જે એક્સ-રે (રેડિયોગ્રાફી)માં જોવા મળે છે. લોહીમાં યુરેટ વધવાથી થતા આ રોગમાં અચાનક રાત્રે અંગુઠામાં દુઃખાવો ઉપડે જે લાલ થઈ સૂઝી જાય, ત્યાં આગળનો અને આજુબાજુનો ભાગ ગરમ થઈ જાય અને તે ભાગ દબાતા કે ત્યાં સ્પર્શ તથા દુઃખાવો ઉપડે, આજુબાજુની લોહીની નસો ઉપસી આવે, સાંધામાં ચેપ લાગવાના ચિહ્નો પેદા થાય, મધ્યમ વયના પુરૂષને જ્યારે અચાનક તાવ અને ખૂબ પરસેવો થાય સાથે ભૂખ ઓછી થઈ જાય અને કબજિયાતની તકલીફ રહે અને ખૂબ રંગીન (પીળાશ પડતો) પેશાબ આવે, સાથે સાંધામાં ઉપર મુજબ ચિહ્નો પેદા થાય ત્યારે હંમેશા ગાઉટ (ગાંઠિયો વા)ની શક્યતા રહે છે.

     જ્યારે આ રોગ કાયમી બને છે ત્યારે દુઃખાવા સાથેના ચિહ્નોના હુમલાનો ગાળો વધતો જાય છે અને તે મટ્યા પછી પણ કેટલાંક ચિહ્નો કાયમી રીતે રહી જાય છે જેમાં અસરગ્રસ્ત સાંઘો જકડાઈ જાય અને કાયમી સ્વરૂપ બદલાઈ જાય. જ્યારે આ રોગ કાયમી બને  ત્યારે તે શરૂઆત કરતા દુઃખાવા સાથેના ચિહ્નોના હુમલાનો ગાળો ઘટતો જાય જ્યારે તે મટ્યા બાદ પણ તેના કેટલાક ચિહ્નો રહી જાય અને જે તે અસરગ્રસ્ત સાંધો જકડાઈ જાય અને કાયમી દુઃખાવા સાથે પોતાનું સ્વાભાવિક સ્વરૂપ બદલાઈ જાય. તેમાં શરૂઆતમાં ઘૂંટી, હાથ, કાંડાના સાંધાઓ જકડાઈ જાય છે. ત્યારબાદ ઘૂંટણ, કોણી, ખભા અને જાંઘના સાંધા અસર પામે છે. ત્યારબાદ કાન વગેરેમાં યુરેટ જમા થાય છે. કેટલીકવાર ચોક જેવી સફેદ ચામડી દેખાય છે.

    બેદરકાર અને અનિયમિત દર્દીઓ કેટલીકવાર કિડનીની નિષ્ફળતાનો ભોગ બને છે. તેમના પેશાબમાં પ્રોટિન, રક્તકણો કે બીજા તત્વો જાય છે. કિડનીમાં કે પેશાબના માર્ગમાં યુરેટની પથરીઓ પેદા થાય, લોહીની નળીઓની દીવાલ કડક થઈ જાય, અને તેને કારણે બ્લડપ્રેશર વધી જાય છે. દર્દીનું મૃત્યુ હ્રદયની કે મગજની લોહીની નળીમાં અવરોધ પેદા થવાથી થઈ શકે છે.

     હોમિયોપેથીમાં આ રોગ માટે ખૂબ અસરકારક દવાઓ છે જે દર્દીના ચિહ્ન અને બાંધા અનુસાર લઈ શકાય.

આ રોગમાં એક્યુપંકચર સારવાર ખૂબ જ અસરકારક રહે છે. અસર પામેલા સાંધાની આસપાસના પોઈન્ટ ઉપર સોય લગાડીને સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે. જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ વધે તથા હાઇફ્રીક્વન્સી કરન્ટ પસાર થવાથી ત્યાં દુઃખાવો ઘટતો જાય. હાથ, પગ અને કાન ઉપરના એક્યુપંકચર પોઇન્ટ ઉપર સોય મારી સારવાર આપવાથી કિડની અને બ્લેડરને શક્તિ મળે છે અને પેશાબ દ્વારા બિનજરૂરી વધારાના યુરેટ અને યુરિક એસિડ બહાર નીકળે છે અને રોગ મટવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે અને રોગ કાયમ માટે મટી જાય છે.

જીભનું કેન્સર અને હોમિયોપેથી

     આધુનિકતાએ આપેલ રાસાયણિક ખાતરોથી પેદા કરેલ અનાજ, તીવ્ર ઔષધીઓ, અશાંતિ અને માનસિક તાણવાળુ જીવન અને વ્યસનોને પરિણામે દિન-પ્રતિદિન કેન્સરના કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

     હાલ દુનિયામાં 9 % મૃત્યુ કેન્સરના કારણે થાય છે. તેમાં વર્ષે છ લાખ કેન્સરના દર્દીઓનો ઉમેરો થાય છે. અને 3 થી 4 લાખ દર્દીઓનું મૃત્યુ થાય છે.

     આ સદીની શરૂઆતમાં કેન્સરનું પ્રમાણ ઘણું જ ઓછું હતું અને આપણા દેશમાં પ્રાચીનકાળે જીભના કેન્સરના દર્દીઓ ઘણા હતા, પરંતુ સિફિલિસ નામના જાતિય રોગની દવા શોધાયા બાદ તેના કારણે થતું જીભનું કેન્સર કાબૂમાં આવ્યું પરંતુ તમાકુ, પાન, બીડી અને સિગરેટનું વ્યસન અને માંસાહાર વધવાની સાથે જીભના કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું. કેન્સરમાં જીભના કેન્સરનું પ્રમાણ ઘણું જ વધારે છે. હાલ ભારત અને ફ્રાન્સમાં જીભના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. જીભના કેન્સરની મોટા ભાગે કોઇ પણ લક્ષણ વગર જ શરૂઆત થાય છે. ત્યારબાદ દર્દીની જીભ ઉપર નાનકડું ચાંદુ દેખાય છે જેને મોટા ભાગે દર્દી કે તેના તબીબ ગંભીરતાથી લેતા નથી. થોડા સમય બાદ જીભ થોડી ઉપસેલી હોય તેવું દેખાય છે. તેની ઉપર નાના ટપકા પણ ઉપસેલા જણાય છે. જીભના કેટલાક ભાગમાં ઉપરનું પડ નીકળી ગયું હોય તેવું જણાય છે. થોડા સમય પછી જીભ ઉપર ચીરા થઇ જાય છે. અને ચીરાની આસપાસની ચામડી જાડી થઇ ગયેલી જણાય છે. તો ક્યારેક સામાન્ય દેખાતી ચામડીની નીચે ગાંઠ જેવું અનુભવાય છે. ચામડી ઉપર કોઇવાર પીળાશ પડતા સફેદ ધબ્બા દેખાય છે. છેલ્લા તબક્કામાં કોષો મરી જવાથી ‘કોહવાટ’ જેને તબીબી ભાષામાં નેફોસીસ તરીકે ઓળખાતી પ્રક્રિયા થાય. દર્દીના શરીરમાંથી તીવ્ર વાસ આવે, મોમાં પરુ થઇ જાય, ચોક્કસ પ્રકારના જંતુઓ દેખાય.

     આ થતા પહેલા ક્યારેક શરૂઆતમાં કાનમાં દુઃખાવો થાય, ખોરાક અને પાણી ઉતરતા જીભના પાછળના ભાગમાં દુઃખાવો થાય. વધારે પડતી લાળ આવે. જીભ હલાવવામાં તકલીફ પડે, ધીરે ધીરે બોલવામાં તકલીફ જણાય, અવાજ બેસી જાય, ગળામાં ગાંઠ જેવી અનુબૂતિ થાય.

     મોટા ભાગે ખૂબ ગરમ-દાઝી જવાય તેવી ચા પીનારને, વધુ પડતું તીખું ખાનારને અને આગળ જણાવ્યું તેમ વ્યસનીઓને થતા આ પ્રકારના કેન્સરમાં આધુનિક ચિકિત્સાપદ્ધતિ લગભગ શૂન્ય જેટલું જ આગળ વધી શકી છે. તેમના દ્વારા થતા ઓપરેશન, રેડિયોથેરાપી, કેમોથેરાપી વગેરે નિષ્ફળ જાય છે. અને દર્દીનું મૃત્યુ વધારેમાં વધારે પાંચ જ વર્ષ સુધી ટાળી શકાય છે.

     આ રોગ ઉપર હોમિયપેથીમાં જીભ, મોઢા અને ગળામાં આવેલી સ્વરપેટી ઉપર અસર કરતી અને અસાધ્ય રોગમાં કાબૂ લઇ શકે તેવી સક્ષમ દવાઓ સોધાઇ ચૂકી છે. અમારા અનુભવ પ્રમાણે તે ઘણી જ અસરકારક પુરવાર થઇ છે, જે દર્દીઓએ લક્ષણ અને બાંધા અનુસાર લેવી.  

    દર્દીને તીવ્ર દુખાવો થતો હોય ત્યારે સંમોહન ચિકિત્સા પદ્ધતિથી દુખાવાની અનુબૂતિ ઘટાડી શકાય છે.

     અંતે, રોગની સારવાર શોધવા- કરવા કરતા તે થવાની શક્યતા ઘટાડવી – દૂર કરવી સારી. તે માટે પાન-મસાલા-તમાકુ-બીડી-સિગરેટ વગેરેથી દૂર રહેવું.

ન્યુરાઈટીસ

ખૂબ વેદના આપતો ચેતાઓનો રોગ

     શરીરના જુદા જુદા અંગોમાંથી સંવેદના કે સંદેશા લાવવા-લઈ જવાનું કામ ચેતાતંતુઓ કે જ્ઞાનતંતુ કરે છે. આ જ્ઞાનતંતુઓ દોરા જેવા પાતળા હોય છે. જ્ઞાનતંતુઓમાં સોજો આવે કે દૂષિત થાય ત્યારે ન્યુરાઈટીસ નામની તકલીફ થાય છે.

     જ્ઞાનતંતુઓ ઉપર મોટી ગાંઠ થવાથી તેના દબાણને કારણ કે ચેતાના છેડાના ભાગે ઈજા થવાથી કે વાગવાથી ન્યુરાઈટીસ થાય છે.

     મોટા ભાગે 20 થી 40 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ ઉપર હુમલો કરતી આ વ્યાધી ડીપ્થેરીયા નામના રોગને કારણે ક્યારેક બાળકોને પણ રોગગ્રસ્ત બનાવે છે.

     આ રોગના લક્ષણો શરીરના જે ભાગના જ્ઞાનતંતુ અસરગ્રસ્ત બન્યા હોય તેના અનુસંધાનમાં જોવા મળે છેં. પરંતુ હાથ-પગમાં વધારે પ્રમાણમાં અસર પેદા થવાથી તેના સ્નાયુઓ અસરગ્રસ્ત બને છે.

     હાથ કે બાહુની ‘બ્રેકિઅલ નર્વ’ તરીકે ઓળખાતા ચેતાતંતુ અસરગ્રસ્ત બને તો ખાલી ચઢે, ઝણઝણાટી થાય, હલનચલન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. જે હાથમાં અસર પેદા થઈ હોય તે ઊંચા ન લઈ શકાય, કોઈ વસ્તુ ન ઊંચકી શકાય.

     પગના જ્ઞાનતંતુઓ અસરગ્રસ્ત બને તો મોટા ભાગે અચાનક તીવ્ર દુઃખાવો ઉપડે, ઝણઝણાટી થાય, પીંડીમાં કળતર થાય.

     ડાયાબિટિસને કારણે થતા યુરાઈટીસમાં ચામડી ચળકતી, લીસી અને લાલ થઈ જાય. અસરગ્રસ્ત ભાગના વાળ ખરી પડે, પરસેવો ન થાય, નખ બરછટ અને ગંદા થઈ જાય. કેટલાક દર્દીઓને રાત્રે કે દિવસે અચાનક બળતરા શરૂ થાય, ખાલી ચઢી જાય.

     જ્ઞાનતંતુઓના આ રોગ ન્યુરાઈટીસમાં નજીવી બેદરકારી કે આળસ દાખવતા કાયમી વેદના બની જાય છે. આવા જૂના ઘર ઘાલી ગયેલા રોગમાં ઈલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેટરથી જ્ઞાનતંતુઓને સ્ટીમ્યુલેટ કરવાથી શક્તિ મળે છે અને દુઃખાવો તથા બળતરા મટી શકે છે. ચેતાતંતુઓના અંતિમ ભાગે આવેલ એક્યુપંકચર પોઈન્ટને સ્ટીમ્યુલેશન આપી રોગ દૂર કરી શકાય છે.

હોમિયોપેથિક દવાઓ આ રોગમાં ખુબ અસરકારક છે. નિયમિત રીતે ડૉક્ટરની સલાહ મુજબ લો તો વેદના રોગ દૂર કરી શકાય છે.

પર્સનાલિટી ડીસઓર્ડર

વ્યક્તિત્વ વિકૃતિ –શરૂઆતમાં દાબવા જેવો મનોરોગ

     વ્યક્તિ-વ્યક્તિએ બુદ્ધિ અલગ અલગ અને વિચારો અલગ અલગ હોય છે. તેમના સ્વભાવ, વિચાર, લાગણીશીલતામાં જુદાપણું હોય છે તેને આપણે વ્યક્તિત્વ તરીકે ઓળખી શકીએ.

     તેમાં જન્મજાત વૃત્તિઓ, ઉછેર અને સામાજિક બંધનો અને આચારસંહિતા, વિચારધારાના મતભેદોને કારણે માનસિક સંઘર્ષ પેદા થાય છે. જેને પરિણામે વ્યક્તિત્વની ખામી કે વિકૃતિ પેદા થયેલી જોવા મળે છે.

     વ્યક્તિત્વની ખામી-ગુણવત્તા ઉપર નીચેના પરિબળો અસર કરે છે, જેમાં

    (1)વારસાગત
    (2) ઉછેરમાં માતા-પિતાના લાડ કે ઘડતર
    (3) ઘરનું વાતાવરણ- પતિ-પત્નિ વચ્ચેનો કંકાસ કે અણબનાવ, બાળપણમાં માતા-પિતાથી દૂર રહેવું કે વિયોગ
    (4) ખરાબ મિત્રોની સંગત
    (5) માનસિક પછાતપણું
    (6) પિતાની વર્તણુંકની માનસિક અસર, જેમાં વ્યસની પિતા,ધંધા, મહેફીલો કે મિત્રોમાં વ્યસ્ત રહેતા પિતાને કારણે પિતાની હૂંફનો અભાવ અને તેને પરિણામે પેદા થતી લઘુતાગ્રંથી
    (7) માતા કે પિતાની વર્તણૂંકમાં શિસ્તનો અભાવ (પિતાની સંતાન સામે દારૂ કે સિગરેટ પીવાની આદત કે સંતાન દ્વારા મગાવવાની કુટેવ, માતાની આળસવૃત્તિ વગેરે)
    (8) સાવકી માતા કે ઘરના સભ્ય કે વડીલના લગ્નેતર સંબંધોની ચર્ચાઓ.

  વિકૃત વ્યક્તિત્વ ધરાવનાર દર્દી નાના બાળક જેવું, બિનશોભાસ્પદ, સામાજિક સંસ્કૃતિ, માન્યતા કે રીત-રિવાજ વિરુધ્ધનું કે બંધબેસતું ન હોય તેવી વર્તણુંક કરે છે. આવા દર્દીઓ મોટા ભાગે નાનપણથી લડાયક પ્રકૃત્તિ ધરાવતા અને વડીલોનું અપમાન કરનાર, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હોય છે. શરૂઆતમાં ખોટું બોલે, નાની મોટી ચોરી કરે, શાળામાં ગુનાહિત કૃત્ય કરવાની વૃત્તિ રાખે, બાળક હોય તો આજુબાજુના બાળકોને મારે, તેમને મારી-વગાડીને ખુશ થાય, તે બાળક યુવાન થતા જુગાર, ચોરી, દારૂ કે સેક્સ તરફ આકર્ષાય. આ વિકૃતિ માટે દર્દી પોતાની સમજ બહાર અંતઃપ્રેરણાથી ગુનાહિત કૃ્ત્ય કરે છે અને પોતે અયોગ્ય કરે છે તેવી સમજ હોવા છતાં મનથી તે કાબૂ રાખી શકતો નથી અને સુષુપ્ત મનની અંદર ગુનાહિત કૃત્ય કર્યાના ભાવથી પિડાયા કરે છે. પોતાની જિંદગીની નિષ્ફળતા કે ખોટી રીતભાત ઉપર બીજી વ્યક્તિઓને જવાબદાર ઠરવ્યા કરે છે. નિષ્ફળતા અને અસંતોષના ડરને કારણે દર્દી નોકરીઓ, ધંધાઓ બદલ્યા કરે છે.

     આ દર્દીઓ શરૂઆતના તબક્કે એકાંતમાં વિકૃત બને છે જેમાં અતિશય જાતિય ઉત્તેજના અનુભવે, હસ્તમૈથુન કરે, સ્ત્રીના કપડા, સાડી, અંડરવેર વગેરનો સ્પર્શ કરી ઉત્તેજના અનુભવે, ક્યારેક સ્ત્રીના કપડા પહેરી આનંદ અનુભવે.

     રોગની તીવ્રતા વધતા જાહેરમાં બેશરમ બની ગાળો બોલે, બિભત્સ ચેષ્ટા કરે, બૂમ-બરાડા પાડે, પછી શાંત અને સામાન્ય બની જાય.

     આવા દર્દીઓ મૂળભૂત રીતે અભિમાની, ઈર્ષાળુ, તરંગી, ચંચળ, નિરાશાવાદી, શંકાશીલ, શરમાળ, ઝગડાખોર, જીદ્દી, સંવેદનશીલ, મહત્વાકાંક્ષી, પ્રામાણિક, દીવાસ્વપ્નમાં રાચતા પરંતુ પોતાના કામમાં ચોક્કસ હોય છે.

     બાળકમાં શરૂઆતમાં વિકૃતિના લક્ષણો દેખાય તો માતાપિતાએ પોતાની વર્તણુંક બદલવી જોઈએ. બાળકોને ચોક્કસ ઉંમર પહેલા પોતાનાથી દૂર ન સુવાડવા કે કોઈ વડીલની સાથે રાખવા. તેના રોજિંદા અભ્યાસ, રમત અને દિનચર્યામાં રસ લઈ તેની સમસ્યાઓ સમજી તેને યોગ્ય વળાંક આપવો અને હૂંફ આપવી. મિત્રની ગરજ સારવી. પોતાના વિચારો તેની ઉપર ઠોકી બેસાડવાને બદલે તેને તેમજ કરવું જોઈએ તેવી સમજાવટ પેદા કરવી જોઈએ.

     યુવાનો કોઈ વ્યક્તિત્વ વિકૃતિના ભોગ બન્યા હોય તો સંમોહન ચિકિત્સાથી તે દૂર થઈ શકે છે. માતાપિતા, વડીલો, સારા મિત્રો બની હૂંફ આપે તો જિંદગીની કેટલીક ગેરસમજો અને મનના સુષુપ્ત વિચારો દૂર થઈ શકે છે.

     આ માટે હોમિયોપેથીની દવાઓ વિચારો, સ્વભાવ બદલવા સક્ષમ છે.

    રોગની શરૂઆતના તબક્કામાં ફક્ત સંમોહન ચિકિત્સાથી સારવાર આપતા પણ મનના વિચારો બદલી શકાય છે. પણ જ્યારે રોગ વધી ગયો હોય ત્યારે હોમિયોપેથી સારવારથી દર્દીને રાહત આપી અને સાથે સંમોહન ચિકિત્સા આપવાથી રોગ ઝડપથી મટાડી શકાય છે.

કિડનીના ચેપનો જીવલેણ રોગ

     કિડનીની અંદર વારંવાર ચેપ લાગવાથી અથવા કિડનીના મુખ આગળ અડચણ પેદા થવાથી પાઈલો નેફ્રાઈટીસ તરીકે ઓળખાતો રોગ છે. જેનું યુવાન દર્દીઓમાં 20 % અને બાળ દર્દીઓમાં 30 % જેટલું પ્રમાણ હોય છે.

     આ રોગ શરૂઆતમાં કોઈ લક્ષણો ન દેખાડતો હોવાથી તે તીવ્રતા પકડી ગંભીર સ્વરૂપ ન લે ત્યાં સુધી દર્દી તથા તબીબ અંધારામાં રહે છે. કેટલાક દર્દીઓમાં તો મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમમાં આ રોગની જાણ થાય તેવું બને છે કારણ કે જિંદગીભર કેટલાક દર્દીઓને હાઈ-બ્લડ પ્રેશર સિવાયની કોઈ તકલીફ પેદા થતી નથી. અચાનક કોઈ પ્રકારની તપાસ દરમ્યાન આ રોગની જાણ થાય છે.

     જ્યારે આ રોગ ગંભીર બને ત્યારે દર્દીને બ્લડ-પ્રેશર વધે, છાતીમાં ભાર લાગે, રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે, આળસ આવે, અશક્તિ જણાય, સ્ફૂ્ર્તિ ઓછી થઈ જાય, ખાવાનું ન ભાવે, ઉલ્ટી થઈ જાય, પેશાબની તપાસ દરમ્યાન તેમાં પરુ જણાય.

     આ રોગની સારવારમાં બેદરકારી દાખવતા કિડની કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગ ન વધે તે માટે દર્દીએ કેટલીક સાવધાની રાખવી જોઈએ. વારંવાર પેશાબ કરી આવવો જેથી પેશાબની કોથળીમાં પેશાબ પડી ન રહે જેના કારણે ચેપ ન લાગે. યોગ્ય સારવાર આપવા છતાં આ રોગના દર્દીઓને વારંવાર ચેપ લાગી જતો હોય છે. તેથી તેણે જરૂરિયાત મુજબ કે તબીબની સલાહ પ્રમાણે પેશાબની તપાસ કરાવતા રહેવું જોઈએ.

     આધુનિક ચિકિત્સાપદ્ધતિમાં  ‘એન્ટીબાયોટિક’ પ્રકારની વિવિધ દવાઓ આ રોગના પ્રતિકાર માટે વપરાય છે, પરંતુ દર્દીની આંતરિક રોગપ્રતિકારક શક્તિના અભાવે તે દવાઓનો વારંવાર ઉપયોગ કરવો પડે છે, અને અમુક તબક્કે તે દવાઓ સારવારમાં મદદરૂપ થઈ શકતી નથી.

     આવી પરિસ્થિતિમાં હોમિયોપેથી સારવાર કિડનીના કોષોને તથા સમગ્ર અંગને રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે છે. તેને કારણે દર્દીને વારંવાર ચેપ લાગવાની સંભાવના ઘટી જાય છે.

મળોત્સર્જનમાં દુઃખ દેતું દર્દ

     તબીબી દૃષ્ટિએ ગુદા માર્ગના ચીરાને એનાલ ફીશર કહેવામાં આવે છેં આ રોગનું મુખ્ય કારણ જૂની કબજિયાત, હરસ-મસાના ઓપરેશનમાં કોઇ ખામી રહી હોય, ગુદા માર્ગ સંકોચનમાં કામી પેદા થાય અને તેને કારણે પણ ચીરા (ફીશર) પડી શકે.

     મળવિસર્જન સમયે મળ વધારે પડતો સૂકો, કઠણ આવે અને વધારે પડતું બળ કરવું પડે તેને કારણે લાંબે ગાળે ચીરા પડે છે. કોઇ કારણોસર મળમાર્ગ સંકોચાઇ જાય તોપણ આવી તકલીફ પેદા થાય છે.

     આ રોગમાં દર્દીને મળવિસર્જન વખતે (મોટી હાજતે જતા) તીવ્ર વેદના થાય, બળતરા થાય, દુઃખાવાના ડરને કારણે દર્દી હાજતે જવાનું ટાળે, ઢીલ કરે અને તેને કારણે કબજિયાતનો રોગ પણ વધી જાય.

     કઠણ મળ, ચીરાને લીધે પરુવાળો ઝાડો આવે, ક્યારેક લોહીના ટીંપા પડે, તે ભાગની આસપાસ પ્રવાહી નીકળવાથી ખંજવાળ આવ્યા કરે અને સખત બળતરા થાય. આજુબાજુની ચામડી છોલાઇ જાય.

     ચીરાને લીધે ચામડીના કોષોમાં સોજો આવે, ચેપ લાગવાથી સતત પરુ આવે.આ રોગ લાંબો સમય ચાલે તો તેમાંથી ભગંદર કે મસા થવાની શક્યતા રહે.

     સાથે હોમિયોપેથીની દવાઓ લેવી જેનાથી કબજિયાત, એસિડિટી, ફીશર કાયમ માટે દૂર થાય છે.આમ યોગ્ય પરહેજ અને ઔષધીથી ફીશર જેવા બહુ દુઃખદાયક સવારના કલાકો બગડતા રોગને કાયમી રીતે મટાડી શકાય છે.

મેલેરિયા

આંતરિયો કે ટાઢીયો તાવ

     લોકભાષામાં જેને ટાઢીયો તાવ કે આંતરીયો તાવ તરીકે ઓળખવામાં આવે છે તે ગંદા વિસ્તારમાં થતો કે ગંદકીમાં જ ફેલાતો હોય છે તેવું વિશ્ર્લેષણ ગ્રીક તત્વવેતા, તબીબ, વિજ્ઞાનના પ્રણેતા હિપોક્રેટ્સે કર્યું અને તેમણે ગ્રીક શબ્દ ‘માલ’(Mal)  એટલે ગંદુ અને ‘એરિયા’ (Area) એટલે વિસ્તાર, તેનો સમન્વય કરી ‘માલેરિયા’ નામ આપ્યું. જેનો અપભ્રંશ થઈ ‘મેલેરિયા’ શબ્દ આવ્યો.

     મોટા ભાગે માદા એનોફીલીન મચ્છર કરડવાથી માનવીના શરીરમાં જેનેસ પ્લાસમોડિયમ  નામના સ્પોરોઝોઆ દાખલ થાય અને દર્દીને આંતરિયો તાવ (મેલેરિયા) આવે, દર્દીએ દર્દીએ આ રોગ થવાની શક્યતા દર્દીની અંગત રોગ- પ્રતિકારક શક્તિ અને વિસ્તાર પ્રમાણે બદલાયા કરે. ભારત જેવા ગરમ પ્રદેશમાં મચ્છર કરડ્યા પછી 10 થી 15 દિવસમાં લક્ષણો દેખાય છે, તો ઈંગ્લેન્ડ જેવા ઠંડા પ્રદેશમાં મહિનાઓ પછી લક્ષણો દેખાય છે. આ રોગ ફલાવા માટે ગરમ, ભેજવાળુ,

ગંદકીવાળુ વાતાવરણ પૂરતું હોય છે. દરિયાથી 2100 મીટર ઊંચાઈ સુધી પણ આ મચ્છરો જોવા મળ્યા હતા. આ રોગ ક્યારેક કોઈને ચેપી (મચ્છર કરડેલ) લોહી ચઢાવવામાં આવે તો બ્લડ-ટ્રાન્સ્ફયુસન દ્વારા પણ ફેલાય છે.

     તબીબી દૃષ્ટિએ મેલેરિયાના ઘણા પ્રકાર છે જે નીચે મુજબ છેઃ-

     પ્લાસમોડિયમ ફાલ્સીપેરમ (Plasmodium Falciperum) :- ગરમ ભેજવાળા વાતાવરણમાં જેમ કે આફ્રિકા, ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ અને વિયેટનામમાં ખૂબ ફેલાયેલો છે. ફાલ્સીપેરમ તરીકે ઓળખાતા ઝેરી મેલેરિયામાં શરૂઆતમાં માથાનો દુખાવો થાય, હાથ-પગ તૂટે, સાંધામાં કળતર થાય, હાડકામાં કળતર થાય, માનસિક ઉત્તેજના વધી જાય, માનસિક અસ્વસ્થતા વધે, બેચેની લાગે, દર્દી થાકી જાય, દર્દી ગુસ્સાવાળો-ચીડિયો બની જાય, ક્યારેક બેભાન બની જાય, જગાડીએ તો જવાબ આપીને સૂઈ જાય, ક્યારેક એકદમ બેહોશ થઈ જાય. ફાલ્સીપેરમ મેલેરિયામાં તાવ

ઓછો કે વધારે સતત કે અનિયમિત કોઈ પણ રીતે આવી શકે. આ પ્રકારનો મેલેરિયા સહુથી જોખમી હોય છે, ક્યારેક જીવલેણ પણ બની શકે છે. તેમાં બરોળ (Spleen), યકૃત (Liver) અસરગ્રસ્ત બની શકે છે. મગજમાં અસર થાય તો ‘સેરેબ્રલ મેલેરિયા’ (Cerebral Malaria) તરીકે ઓળખાતો મગજનો તાવ આવે. કિડનીમાં અસર થાય તો કિડનીની લોહીની નળીઓ તૂટી જાય, અને કિડની નિષ્ફળ જાય, પેશાબ બંધ કે ઓછો થઈ જાય. આંતરડા પર અસર થાય તો ઝાડામાં લોહી પડે. આમાંથી ક્યારેક ‘બ્લેક-વોટર ફિવર’ (Black-Water Fever) તરીકે ઓળખાતો લોહીની તપાસમાં ન પકડાતો મેલેરિયા થઈ શકે છે, જે કિડની, યકૃત જેવા મહત્વના અંગો અને રક્તકણોને હાની પહોંચાડે છે, જે દર્દીને બાહ્ય રીતે તંદુરસ્ત દેખાડી ભયંકર રોગમાં ધકેલી દે છે. (જેની સારવાર માટે એલોપેથીની  ‘ક્વીનાઈન’ પણ આપવાનો નિષેધ છે.) જેમાં રક્તકણોનો નાશ થાય, કાળા અથવા કોફી રંગનો પેશાબ થાય તેને બ્લેક-વોટર ફિવર કહેવામાં આવે છે. ‘ક્વીનાઈન’ના અપૂરતા ડોઝથી અડધા દબાયેલા મેલેરિયા કે જેમાં મેલેરિયાના જંતુ લોહીમાં ફર્યા કરે તેનાથી થાય છે.

      પ્લાસમોડિયમ વાઈવેક્સ (Plasmodium Vivax):- શરૂઆતમાં માથાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ખાવાનું ન ભાવે, ઉબકા-ઉલ્ટી થાય, શરીરમાં અચાનક ઠંડી ચઢે, ચોક્કસ ગાળા બાદ તાવ આવ્યા જ કરે. પહેલાં દર્દીને ઠંડી લાગે, દર્દી ફિક્કો પડી જાય, નાડી- તીણી અને ઝડપી બને, દર્દીને ઓઢવાની જરૂર પડે, ધ્રુજવા લાગે, ત્યારબાદ અચાનક ગરમી લાગે, તાવ ચઢે, ચામડી સૂકી જણાય, નાડી જોરથી ધબકે, બ્લડ-પ્રેશર નીચું જાય, ઉબકા-ઉલ્ટી વધી જાય, બેચેની લાગે, દર્દી સતત બોલે, બકવાસ કરે, ક્યારેક ભાન ભૂલી જાય. ત્યારબાદ મેલેરિયાના તાવનો ત્રીજો તબક્કો પરસેવાનો શરૂ થાય. દર્દીને ખૂબ પરસેવો થાય, પથારી પણ ભીની થઈ જાય, દર્દીને રાહતની લાગણી જણાય, દર્દી થાકેલો લાગે અને મોટા ભાગે ઉંઘી જાય.

     પ્લાસમોડિયમ મેલેરિ/ પ્લાસમોડિયમ ઓવેલ (Plasmodium Malarie/Plasmodium Oval):-            આ પ્રકારના મેલેરિયાથી અસરગ્રસ્ત દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પ્લાસમોડિયમ વાઈવેક્સને મળતા આ મેલેરિયામાં થોડાક જ લક્ષણો તેનાથી જુદા પડે છે. જેમાં ચેપ લાગ્યા પછી 3 થી 4 અઠવાડિયા અથવા ઘણીવાર મહિનાઓ પછી લક્ષણો દેખાય છે. તો ક્યારેક લક્ષણો બતાડ્યા વગર પણ વર્ષો સુધી આ જંતુઓ લોહીમાં ફર્યા કરે છે. તો ક્યારેક દર 72 કલાકે અચાનક ઠંડી લાગીને તાવ આવે.

     મેલેરિયાથી રક્તકણોનો નાશ થતો હોવાથી લાંબે ગાળે લોહીની ઉણપ પેદા થવાની તકલીફ થાય છે જેને તબીબી ભાષામાં એનિમિયા (પાંડુરોગ) તરીકે ઓળખવામાં આવે છે.

     બરોળ તપાસતા તે વધેલી જણાય છે. તે ભાગમાં ક્યારેક દુઃખાવો જણાય છે.

     આપણા દેશમાં મેલેરિયા એ વારંવાર થતો રોગ છે. જેમાં આપણી આધુનિક ઔષધીઓ ક્યારેક દર્દી માટે તીવ્ર નીવડે છે. તેની જગ્યાએ યોગ્ય હોમિયોપેથી ઔષધી કોઈ પણ આડઅસર વગર જ મટાડી આપે છે. યોગ્ય ઔષધીના એક જ ડોઝમાં મેલેરિયા મટી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ આપે છે. જેનાથી લાંબા ગાળા સુધી મેલેરિયા થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

રહ્યુમેટોઈડ આથ્રાઈટીસ

સંધિવા – આમવાતથી થતો સાંધાના દુઃખાવાનો ગંભીર રોગ

     આ રોગ કે જેમાં શરીરથી દૂરના સાંધાઓ જકડાઇ જાય છે અને સંભવિત રીતે રોગ વધતા મોટા સાંધાઓ જકડાઈ જાય. જેમાં સંબંધિત સાંધામાં સોજા આવે, લાલ ચમકતી ચામડી થઈ જાય, સોજાની અસર સાંધાના અંદર બહારની ગાદી, ચામડી ઉપર થાય, સાંધાની ગાદી ઘસાઇ ગયેલી હોય તેવું લાગે. સાંઘા જોડે સંબંધિત  સ્નાયુઓ સુકાઇ જાય તો દર્દીએ સૌ પ્રથમ આ દર્દની સંભાવના વિચારવી. 

     રહ્યુમેટોઇડ આથ્રાઈટીસનો ભોગ સામાન્ય રીતે પુરૂષોના પ્રમાણમાં સ્ત્રીઓ ત્રણ ગણી બને છે. એ થવાની ઉંમર પાંત્રીસ (35) વર્ષથી 50 પચ્ચાસ   (50) વર્ષ વચ્ચે હોય છે, પરંતુ તે કોઇ પણ ઉંમરે બાળપણમાં કે વૃદ્ધત્વમાં દર્દીને પોતાનો શિકાર બનાવી શકે. ગરમ પ્રદેશોમાં ઠંડી અને ભેજવાળી ઋતુઓમાં આ તકલીફ તીવ્રતા પકડે છે. આપણા દેશમાં ગરમીનું પ્રમાણ ખૂબ છે. પરંતુ શિયાળા અને વરસાદમાં ખૂબ મોટા ફેરફારો જોવા મળે છે તેથી જ આપણે ત્યાં આ તકલીફ ખૂબ જોવા મળે છેં

     આ તકલીફ થવા પાછળ સતત મહેનત, માનસિક થાક, ચિંતા, ઉત્તેજના, માનસિક સંઘર્ષ, ઘર્ષણ મોટા પ્રમાણમાં ભાગ ભજવે છેં.

     ચિહ્નોમાં જોઇએ તો રોગ અંદરથી શરૂ થાય છે. જેથી શરૂઆતમાં તે સાંધા ઉપર ચિહ્નો બતાવવાના બદલે દર્દી અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી થાક લાગવો, અશકિ્ત અનુભવવી, ખાલી ચઢવી, સામાન્ય શ્રમથી ખૂબ થાકી જવું, હાથ પગમાં ઝીણી સોંય ભોંકાતી હોય તેવું લાગવું, વજન ઘટી જવું વગેરે અનુભવે છે. આ રોગના 10 ટકા દર્દીઓને શરીરના નાના સાંધા ખાસ કરીને આંગળીઓ, અંગુઠા શરૂઆતમાં અસરગ્રસ્ત બને, ત્યારબાદ કાંડુ, કોણી, ખભા, ઘૂંટણ વગેરે સાંધાઓના સ્નાયુઓ જકડાઇ જાય. વહેલી સવારે આ તકલીફ વધુ જણાય. લાંબા આરામ બાદ પ્રથમ હલન ચલન દરમ્યાન ચિહ્  નો વધુ તીવ્ર બને રોગની શરૂઆતમાં કે તીવ્રતા દરમ્યાન શરીરમાં ગરમી અને ધબકારા વધી જવા કે લોહીની ઉણપ થવી વગેરે તકલીફ બહાર આવે.

     જૂના પૂર્ણ વિકસિત રોગમાં બેદરકાર કે અપૂરતી સારવાર મેળવનાર દર્દીમાં સાંધાની સ્વાભાવિક પ્રકૃતિ બદલાઇ જાય. કાયમ માટે સાંધા વાંકા થઇ જાય અને હાથ પગની આંગળીઓ બહારની તરફ વળી જાય છે.

     આ દર્દ શરૂઆતમાં થયા પછી વારંવાર રાહત લાગે તેવું બને પરંતુ ગંભીર અને જૂના દર્દમાં હાડકાંઓના અંતિમ છેડા ઉપરના સાંધાઓમાં જરૂરી ખનીજ તત્વોની ઉણપ પેદા થાય છે. સાંધાને બનાવનાર ગાદી જેવા સુંવાળા તત્વો દબાઇ-ઘસાઇ જાય, જેના પરિણામે બે હાઙકાં વચ્ચેની જગ્યા ઓછી થઇ જાય, જેના પરિણામે સાંધા વાંકા થઇ જાય છે. લાંબા ગાળે હાથ-પગની બહારની તરફના ભાગમાં સાંધાથી 2 થી 5 સે. મી. નીચે ગાંઠો ઉપસી આવે જે ધીરે ધીરે ખભાની પાછળ, ઘૂંટણ,જાંઘ, માથાં, આંગળીઓના ભાગમાં ફેલાય છે.

     આ રોગના દર્દીઓ મોટા ભાગની ચિકિત્સાપધ્ધતિઓ સ્પષ્ટ કારણના અભાવે અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણે છેં આ રોગમાં અપાતી આધુનિક ચિકિત્સાપધ્ધતિમાં વપરાતી દવાઓ કાયમી રીતે રોગ મટાડી શકતી નથી તથા તેમની કિડની, હૃદય, હાડકાં વગેરે અંગો પર ખૂબ આડઅસર થાય છે. ક્યારેક કિડનીની નિષ્ફળતા, હૃદય પહોળું થવું, હાડકામાં કેલ્શિયમ ઓછું થવું તથા આંખોમાં મોતિયો આવવો વગેરે તકલીફ થઇ શકે છે. તેની સરખામણીમાં હોમિયોપેથી ઔષધીઓ દર્દીની રોગપ્રતિકારક શકિત વધારીને અને ચયાપચયની ખામી દૂર કરીને કાયમી રીતે કોઇ પણ આડઅસર વગેરે  આ અસાધ્ય રોગને મટાડી શકે છે. દર્દીએ નિયમિત રીતે પોતાની ફિઝિયોથેરાપીની કસરત કરવી. વિરૂધ્ધ આહારવાળા પદાર્થોનો ત્યાગ કરવો. અસરગ્રસ્ત સાંધાના હલનચલન ચાલુ રહે પરંતુ તેની ઉપર દબાણ ન આવે કે ઘસારો ન પહોંચે તે રીતે કાર્ય કરવું. દહીં, છાશ, ખાટા પદાર્થો, આથો  આવેલી વસ્તુ્ઓ, રાતનું પડી રહેલું વાસી ખાવાનું, માંસાહાર વગેરેનો ત્યાગ કરવો.

રીકેટસ

બાળકોમાં કેલ્શિયમની ઉણપ

     બાળપણની શરૂઆતમાં વિટામિન-ડી ની ઉણપના પરિણામે થતો રોગ કે જેમાં બાળકનાં હાડકાં નબળાં બને, સ્નાયુઓમાં અશક્તિ જણાય, માથા ઉપર પરસેવો દેખાય, સ્નાયુઓમાં ખેંચ આવે – આ રોગને તબીબી ભાષામાં રીકેટસ અથવા ઈન્ફેન્ટાઈલ રીકેટસ કહેવાય છે. આપણે ત્યાં તેને ‘સુકતાન’ તરીકે ઓળખવામાં આવે છે.

     માનવશરીરની અંદર ચામડીમાં 7-ડીહાઈડ્રોકોલેસ્ટરોલ નામનું તત્વ સૂર્યપ્રકાશમાં કાર્યરત બની વિટામિન-ડી બનાવે છે અને લોહીમાં પરિભ્રમિત થાય છે. નાના બાળકો અને મોટામાં સૂર્યપ્રકાશની ગેરહાજરી (આજકાલ વપરાતા ‘સ્મોક ગ્લાસ’ અને સતત ઘરમાં બારી-બારણા બંધ રાખી એરકંડીશનમાં બેસી રહેવાની આધુનિકતા જવાબદાર ગણાય) ને કારણે વિટામિન-ડી પૂરતા પ્રમાણમાં ન બનવાથી આ સમસ્યા ઉદભવે છે.

     નાના બાળકને અપાતું માતાનું દૂધ કે ગાયનું દૂધ પૂરતું વિટામિન-ડી આપી શકતું નથી, માટે પૂરતું તત્વ મેળવવા વધારાના ખોરાકમાંથી વ્યવસ્થા કરવી જરૂરી બને છે. અપૂરતા માસે જન્મેલ બાળક ઝડપથી વિકાસ કરે ત્યારે આ રોગ થવાની શક્યતા વધે છે. સારા એવા પ્રમાણમાં ખોરાક લેતા બાળકો પણ, ખોરાકમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવા છતાં ધીમે ધીમે રીકેટસના લક્ષણો બતાવે છે. 6 થી 12 મહિનાની અંદર નીચેના લક્ષણો જણાઈ આવતા તે દરમ્યાન તુરંત સારવાર કરવી હિતાવહ છે. બાળકને દાંત મોડા ફૂટે, ચાવવાનું મોડું શીખે, બેસી ના શકે કે બેસવાનું શીખતા વાર લાગે, બાળકને કાયમી ઝાડા રહે, વાસ મારતા ઝાડા થાય, ફેફસાંમાં સોજો કે ચેપ રહે જેથી શ્ર્વાસ ચઢે, ખાસ કરીને સૂઈ જાય ત્યારે માથા ઉપર પરસેવો થાય, પથારીમાં આળોટ્યા કરે કે હલન-ચલન કર્યા કરે, વારંવાર રડી પડે, સ્વભાવમાં ચીડિયાપણું હોય, રાત્રે ઓઢવાનું પસંદ ના કરે, પથારી ફેંદી કાઢે.

     જ્યારે આ તબક્કે યોગ્ય સારવાર આપવામાં ના આવે તો બાળકના લાંબા હાડકાના છેડા પહોળા અને મોટા થઈ જાય, બાળક જ્યારે બેસતો થાય ત્યારે કરોડરજ્જુ પાછળની તરફ વળી જાય, માથું ચોરસ આકારનું બને, છાતી અસામાન્ય બેઢંગી બને, બાળકના હાથપગ સુકાય, સ્નાયુઓ શિથિલ જણાય, યકૃત અને બરોળ સૂઝેલા જણાય, સાંધા ઢીલા પડે અને સામાન્ય કરતા વધારે વાંકા વળવાની ક્ષમતાવાળા જણાય. કાયમી જઠર અને આંતરડાની તકલીફ જણાય, ચેતાતંત્ર અસરગ્રસ્ત બને ત્યારે ખેંચ આવે, હાથપગ ખેંચાય, ઝાટકા આવે.

     એન્ટીકન્વલ્સન્ટ તરીકે ઓળખાતી ખેંચની દવાઓ જેવી કે ફીનોટાઈન – ફીનોબારવીટોનથી વિટામિન-ડીનો નાશ થાય છે. તેથી રીકેટસ થવાની સંભાવના વધે છે. આથી નાના બાળકોને કેલ્શિયમનું પ્રમાણ વધારવું પડે અથવા તેવા રોગો માટે પણ શક્ય હોય તો હોમિયોપેથી સારવાર લેવી.

     આ રોગને મળતા આવતાં લક્ષણો વારસામાં આવેલ સિફિલસ, જન્મવત, લક્વા, બાળકોના સ્કર્વી, હાઈડ્રોસેફેલસમાં પણ જોવા મળે છે, પરંતુ અનુભવી તબીબ તેના નિદાન પર આવી શકે છે.

     આ રોગની સારવાર યોગ્ય સમયે ના લેવાથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે અથવા સપાટ પગની (Flat Foot) તકલીફ રહી જાય છે. ઘૂંટણ અંદરની બાજુ વળી એકબીજા સાથે અથડાવાની વગેરે ખામી રહી શકે છે.

     આ માટે સારવારમાં દૂધ, માખણ, મલાઈનો ઉપયોગ વધારવો તથા સવારના કુમળા તડકામાં સૂર્યપ્રકાશ આંખમાં ન પડે તે રીતે બાળકને તડકામાં બેસાડવું.

     હોમિયોપેથીમાં આ રોગમાં  તથા તેને મળતા આવતા લક્ષણો ધરાવતા રોગમાં ઉત્તમ પરિણામો લઈ શકાયા છે. તેથી બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી હોમિયોપેથીની ઉત્તમ સારવાર કરાવવી હિતાવહ છે.

     ( રીનલ ઓસ્ટીઓ-ડીસ્ટ્રોફી તરીકે ઓળખાતા રોગમાં ફોસ્ફરસ સાથે કેલ્શિયમના અણુ હાડકામાંથી બહાર નીકળે અને હાડકામાંથી કેલ્શિયમ ઓછું થાય અને રોગ ગંભીર બને આથી રીકેટસના દર્દીએ તેની પણ તપાસ કરાવવી.)

લમ્બાગો

કમરના નીચેના ભાગનો દુઃખાવો

     કમરના નીચેના ભાગમાં થતા દુઃખાવાને તબીબી ભાષામાં ‘લમ્બાગો’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મોટા ભાગે મણકા વચ્ચેની ગાદીનું દબાણ જવાબદાર હોય છે.

     ઠંડી અથવા ભેજ કે કોઈ સ્નાયુઓને શ્રમ આપનાર કામ, વધારે પડતું વજન ઊંચકવું અથવા કોઈ બીજા રોગ કે ચયાપચયની ક્રિયામાં ખામી (જેમાં ખોરાકનું શરીરના ઉપયોગી સાદા પદાર્થમાં ફેરવવાની પ્રક્રિયા) મણકામાં ગાંઠ કે ગુમડું, સતત એક જ પ્રકારે બેસીને કામ કરવાની ટેવ, જરૂરિયાત કે કુટેવ, મણકાનો ટી.બી. કે પેઢામાંનો કોઈ ઝડપી વિકાસ પામતો રોગ જવાબદાર મનાય છે.

     આ દુઃખાવો અચાનક નાટકીય રીતે શરૂ થાય છે. શરૂઆતમાં અચાનક કમરનો તીવ્ર દુઃખાવો ઉપડે અને દર્દીનું હલનચલન અશક્ય બની જાય. ત્યારબાદ દુઃખાવો વધઘટ થયા કરે, દર્દીને સવારે ઊઠીને દુઃખાવો થાય તેની અસર પગમાં પણ જણાય. થોડા હલનચલન બાદ રાહત લાગે. ખૂબ મહેનત કરવાથી, સતત બેસવાથી કે ઊભા રહેવાથી દુઃખાવો વધે. સ્નાયુઓ જકડાઈ ગયા હોય તેવું લાગે. નીચે બેસતા ઊઠતા તકલીફ લાગે, સાથે સાયટીકા તરીકે ઓળખાતો પગની નસનો દુઃખાવો પણ થાય. દર્દી આગળ વળ્યા પછી સીધો થવામાં પણ દુઃખાવો અનુભવે.

     આ તકલીફો માટે યોગ્ય નિદાન કરી સારવાર કરવામાં આવે તો તે ચોક્કસ મટાડી શકાય છે .તેમાં જો મૂળ કારણમાં રોગ જવાબદાર હોય તો તેની સારવાર કરવી. કમરના મણકા, સ્નાયુઓને લગતી કસરત કરવી. કપડું ગરમ કરી શેક કરવો અથવા હીટિંગ પેડથી શેક કરવો. કોઈ પણ સંજોગોમાં દબાવીને માલિશ ન કરવી. એક્યુપંકચરમાં હાઈફ્રીક્વન્સી ઈલેક્ટ્રિકલ શેક લેવો જેનાથી દુઃખાવામાં રાહત થાય. કમરના નીચેના ભાગનો દુઃખાવો મટાડવા માટે નીચેની હોમિયોપેથિક ઔષધીઓનો     પ્રયોગ અસરકારક રહેલ છે

     લમ્બાગો તરીકે ઓળખાતા કમરના દુઃખાવામાં એક્યુપંકચરથી અવશ્ય રાહત થાય છે. જેમાં ચોક્કસ બિંદુ (પોઇન્ટ) ઉપર સોય લગાડી 10 થી 15 મિનિટ ઈલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશન આપતા દુઃખાવામાં 15 થી 30 દિવસની અંદર ખૂબ રાહત જણાય છે અને રોગ કાયમ માટે દૂર થાય છે.

     હાઈફ્રીક્વન્સી ઈલેક્ટ્રિકલ મેગ્નેટ દ્વારા લોહીનું પરિભ્રમણ, સ્નાયુઓની અને લોહીની ધમની શીરાની સ્થિતિસ્થાપકતા વધારી કમરનો દુઃખાવો મટાડી શકાય છે..

હર્પીસ ઝોસ્ટર

ખૂબ વેદના આપતો રોગ

     હર્પીસ ઝોસ્ટર નામનો રોગ થવા માટે ઝોસ્ટર (વેરીસલા) નામનો વાઇરસ જવાબદાર છે. આ વાઇરસ ચેતાતંત્રમાં આવેલા ગેન્ગલીઓન (ચેતાઓમાં આવેલ એક ભાગ)ને અસર પહોંચાડે છે.

     બાળપણથી માંડીને ઘડપણ સુધીના કોઇપણ તબક્કે માનવી આ વાઇરસનો રોગનો ભોગ બની શકે. વાઇરસનો ચેપ લાગ્યા બાદ લાંબા સમય  સુધી કોઇપણ ચિહ્ ન પેદા થતું નથી. પરંતુ જ્યારે તેને એકટીવ કરનાર કારણ પેદા થાય છે ત્યારે પોતાના લક્ષણો પેદા કરે છે.

     હર્પીસ ઝોસ્ટરમાં એક જગ્યાએથી દુઃખાવો શરૂ થાય જે કેટલીકવાર ખૂબ તીવ્ર હોય, તેની સાથે થોડો તાવ આવે અને આ સિવાય કોઇ લક્ષણ પેદા ન થાય જેથી ડૉકટર ખોટા નિદાન તરફ દોરવાઇ જાય. ચાર દિવસ પછી ફોલ્લા અને ચકામા ચામડી ઉપર ઉપસવાનું શરૂ થાય. ખાસ કરીને મોં ઉપરની ચેતાને અસર પહોંચતી હોવાથી મોં ઉપર વધુ પ્રમાણમાં લક્ષણો જોવા મળે.

     ખૂબ વધી ગયેલા રોગમાં આજુબાજુની ચામડી લાલ થઈ જાય અને તેને સ્પર્શ કરતા ખૂબ દુઃખાવો થાય. જ્યાં સુધી ચકામાં અને ફોલ્લા રહે ત્યાં સુધી ખૂબ જ દુઃખાવો થાય. ત્યારબાદ ફોલ્લા-ચકામાં ઓછા થતા જાય અને દુઃખાવાનું પ્રમાણ ઘટી જાય. આ ફોલ્લા-ચકામાં આશરે એક કે બે અઠવાડિયા રહે.

     આ રોગની સૌથી ખરાબ બાજુ એ છે કે તે મટ્યા બાદ જ્યાં પણ ચામડી ઉપર લક્ષણો પેદા થયા હોય તે ચામડીની ચેતના જતી રહે છે. તેથી સોય વાગવાની અનુભૂતિ થતી નથી. નાના નાના સફેદ ડાઘ રહીજાય છે. કાયમી દુઃખાવો કે જે શરૂઆતમાં દુઃખાવા કરતા ઓછો પણ થકવી દેનાર સાબીત થાય છે. જ્યારે વાઈરસ આંખની સાથે સંબંધિત ચેતાને અસર પહોંચાડે ત્યારે’કોર્નિયા’ને નુકશાન કરે છે. કાન પાસે સોજો આવ્યા બાદ મોંનો લકવો થઈ શકે છે. મગજને નુકશાન પહોંચે તો દર્દી ઘેનમાં રહે કે સભાન અવસ્થામાં ખામી પેદા થાય, હાથ-પગની ચેતાઓ અસર પામે ત્યારે જે અંગ અશક્ત બને અને સ્નાયુઓ ઓગળી જાય, લકવાની અસર થઈ શકે. કેટલીકવાર વધી ગયેલ રોગમાં દર્દીનું મૃત્યુ થઈ શકે છે.

     આ રોગની સારવારમાં હોમિયોપેથી અને એક્યુપંકચર ચિકિત્સા ખૂબ રાહત આપે છે.

     એક્યુપંકચર ચિકિત્સા પદ્ધતિ પણ દુઃખાવો મટાડવામાં ખૂબ અસરકારક રહી છે. તેમાં પાતળી ચાંદીની સોય લગાડી હાઈ-ફ્રિક્વન્સી કરન્ટ આપવાથી  દુઃખાવામાં કાયમી રાહત મળે છે અને જતી રહેલી ચેતના પણ પાછી આવે છે. દર્દી સેન્સિટિવ હોય અને સોય સહન ન કરી શકતો હોય તો હવે સોય માથા વગર પણ તે પોઈન્ટ ઉપર એક્યુપંકચર જેટલી ઝડપી અસર કરનાર સાધનોથી સ્ટીમ્યુલેશન આપતા દુઃખાવો દૂર થાય છે. 

ગર્ભાશયના મુખનું કેન્સર

     સ્ત્રીને અપાયેલી કુદરતી બક્ષિસ એટલે ગર્ભાશય – કે જેમાં ગર્ભ રહે. પુરુષ શુક્રાણુઓનું સ્ત્રીબીજ સાથેનું મિલન થવાથી ગર્ભ રહે છે, પરંતુ કુમળા ગર્ભને સંપૂર્ણ સુરક્ષિત રાખનાર ગર્ભાશય તો કુદરતે ઘણું અંદર મૂક્યું છે અને ત્યાં સુધી શુક્રાણુઓને જવા માટે એક માર્ગ આપ્યો છે અને તે માર્ગ આગળના મુખમાં ઠલવાતા શુક્રાણુઓ ગતિશીલ બની ગર્ભાશય સુધી પહોંચે છે.

     આ ગર્ભાશયના મુખ આગળ કુદરતી રીતે જ વધારે ભેજ રહે છે. સમાગમ સમયે સંપર્ક થાય છે તેથી તે ભાગને સતત નવા કોષો પેદા કરવા પડે છે પરંતુ આ કોષો પેદા કરવાની ઝડપ જ્યારે વધારે પડતી થઈ જાય ત્યારે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે.

     બાંગ્લા દેશ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ પછી જેનું પ્રમાણ આપણે ત્યાં વધુ છે તે ગર્ભાશયના મુખનું કેન્સર મોટા ભાગે વધુ બાળકો ધરાવતી સ્ત્રીઓમાં 40 થી 50 વર્ષની ઉંમરે જોવા મળતું હતું. હાલ કુટુંબ નિયોજનની અસર હેઠળ બાળકો ઓછા હોવા છતાં સતત રહેતા ચેપને કારણે તેનું પ્રમાણ આજે પણ ઘટાડી શકાયું નથી અને સ્વચ્છંદી જીવનશૈલી તથા સતત રહેતા ચેપને કારણે હાલ 25 થી 50 વર્ષની ઉંમરે પણ ગર્ભાશયના મુખના કેન્સરના દર્દીઓ જોવા મળે છે. તબીબી દૃષ્ટિએ હ્યુમન પેપીલોમા વાઈરસ (H.P.V.) ને જવાબદાર મનાતા આ રોગે સૌથી વધુ વિકસી રહેલા દેશને અને સમાજના નીચલા વર્ગને વધુ ભરડો લીધો છે.

     ક્યારેય કુંવારી છોકરીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર નોંધાયું નથી પરંતુ તેનું
પ્રમાણ વિધવાઓ, ત્યક્તાઓ અને વધારે પડતાં લગ્નેતર સંબંધો ધરાવતી સ્ત્રીઓમાં જોવા મળ્યું છે.તેથી આ રોગને શારીરિક સંબંધો સાથે ચોક્કસ પ્રકારનું પ્રમાણ કારણ છે તેવું તબીબી દૃષ્ટિએ માનવું છે.

     ગર્ભાશયના મુખના કેન્સરમાં મુખ્ય લક્ષણોમાં અનિયમિત અયોગ્ય રીતે યોનીમાંથી રક્તસ્ત્રાવ થાય એ છે, જ્યારે માસિક બંધ થયા પછી મેનોપોઝની ઉંમરે કોઈપણ પ્રકારે રક્તસ્ત્રાવ થાય તો તુરંત તબીબની સલાહ લેવી જોઈએ.

     આ પ્રકારની કેન્સરની શક્યતા ધરાવતી સ્ત્રીને મોટા ભાગે જરા પણ શારીરિક શ્રમ પડવાથી, થાક લાગે તેવી રીતે કામ કરવાથી રક્તસ્ત્રાવ થાય છે. શારીરિક સમાગમ વખતે રક્તસ્ત્રાવ જણાય છે, ઝાડો કે પેશાબ કરતા પણ ક્યારેક રક્તસ્ત્રાવ થાય છે. દર્દીને વાસ મારતું ચીકણું પ્રવાહી નીકળે છે જેને શ્વેતપ્રદર અને તબીબો લ્યુકોરીયા તરીકે ઓળખે છે, પરંતુ આ સ્ત્રાવ વધુ વાસ મારતો અને રક્ત મિશ્રિત હોય છે.

     ગર્ભાશયના મુખના કેન્સરથી અસરગ્રસ્ત સ્ત્રીને માથાનો દુઃખાવો, અશક્તિ, ભૂખ મરી જવી, વજન ઘટી જવું વગેરે તકલીફ થાય છે. ચોક્કસ તબક્કે ઉબકા - ઉલ્ટી વગેરે થાય છે. આ રોગમાં દર્દીને દુઃખાવો સૌથી છેલ્લે – અંતિમ તબક્કે થતો હોવાથી દર્દી અંધારામાં રહી જાય છે જ્યારે રોગ તીવ્રતા પકડે ત્યારે દર્દીને ઘુંટણથી જાંઘના ભાગમાં અને જાંઘના પાછળના ભાગમાં દુઃખાવો થાય છે.

     આ રોગ વધુ વકરે અને મૂત્રાશયમાં ફેલાય ત્યારે પેશાબ પરનો કાબૂ જતો રહે, દર્દીને વારંવાર પેશાબ કરવા જવું પડે, પેઢુમાં ભાર લાગે, દુઃખાવો થાય, યોનીમાં ખંજવાળ આવે વગેરે લક્ષણો પેદા થાય છે.

     તબીબી દૃષ્ટિએ સ્પીનલ સેલ, ટ્રાન્સીશનલ સેલ, સ્પીન્ડલ સેલ વગેરે પ્રકારના કેન્સર જુદા પાડી શકાય કે અસરગ્રસ્ત કોષોના આધારે નક્કી થાય છે.

     ગર્ભાશયના મુખનું કેન્સર મોટા ભાગે શરૂઆતનાં તબક્કામાં રોકી-અટકાવી શકાય છે. સમયસરની શ્વેતપ્રદરની અને યોનીમાર્ગના ચેપની સારવાર કરવાથી શ્વેતપ્રદર ચેપ મટાડીને કેન્સર થવાની સંભાવના ઘટાડી શકાય છે. આ રોગની આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં રેડીએશન અને કેમોથેરપીની સારવાર છે.. શરૂઆતના તબક્કામાં ઓપરેશન કરી શકાય. ( આ તબક્કે દુઃખાવા વગેરેની સ્થિતિ હોવાથી દર્દીને કે ડૉક્ટરને જાણ થતી નથી તે કમનસીબી છે.)

     રોગના શરૂઆતના અને અંતિમ તબક્કે હોમિયોપથીની સારવાર મદદરૂપ થાય છે. આ રોગનો અંતિમ તબક્કો બહુ જ વેદનામય હોય છે. જ્યારે આધુનિક ચિકિત્સા પદ્ધતિની પેઈનકીલર (દુઃખાવો દબાવનાર) ઔષધીઓ નિષ્ફળ જાય છે ત્યારે હોમિયોપથી ઘણી જ રાહત આપનાર પૂરવાર થઈ છે.

ઈનડાઈજેશન

પાચનશક્તિની પળોજણ

                  જીવનમાં માનસિક શ્રમ વધારે છે. ચિંતા છે, ઉચાટ છે, અનિશ્ચિતતા છે, શારીરિક શ્રમ નહીંવત છે. ખાણીપીણી ખરાબ છે. અનાજ, પાણી, વિચારો (મન) પ્રદૂષિત છે. પરિણામે શરીરનું પાચનતંત્ર અસરગ્રસ્ત, અશક્ત, બિનકાર્યક્ષમ બની ગયું છે. આજના આધુનિક જમાનામાં ગૅસ, આફરો, પેટ ફૂલી જવાની, પેટમાં વજન લાગ્યા કરવાની ફરિયાદ સર્વસામાન્ય બની ગઈ છે.

     તેના કારણોમાં જોઈએ તો (1) પાચનતંત્રની અશક્તિ, અજીર્ણ, અપચો, કબજિયાત, એસિડિટી, જૂની બીમારીમાં હોજરીનું ચાંદુ કે કેન્સર જેવી બીમારી કે પિત્તાશયમાં સોજો વગેરે હોય. (2) બેઠાડું જીવન (3) માનસિક કારણોમાં તાણ, ક્રોધી સ્વભાવ, ચિંતા, ઉચાટ, ભય, ડર વગેરે (4) પાચક રસોનાં અભાવ, ખામી કે પાચન અંગ-જઠરની ખામીને લીધે ખોરાક વધુ સમય પચ્યા વગર પડ્યો રહે. આથો આવીને સડો પેદા થાય. પરિણામે ઓડકાર આવે કે વાછૂટ થાય. આવા દર્દીની વાછૂટમાં ખૂબ વાસ આવે. (5) ઉતાવળે જમવાની કુટેવ, બરાબર ન ચાવી ગમે તે રીતે ખાવાનું ‘કામ’ પતાવવાની પ્રકૃતિ, મીઠાઈ, મરી-મસાલાવાળા ખોરાક, મેંદો, વાલ, ચોખા કે કઠોળ વગેરે પદાર્થોનું વધારે પડતું સેવન ગૅસ પેદા કરે છે. પરિણામે બીજા મહારોગો પેદા થાય છે.

     ગૅસથી થતાં લક્ષણો દર્દીને શરીર અને મનથી બેચેન કરી નાંખે છે. દર્દીને જમ્યા પછી તરત જ ગૅસ થાય. પેટમાં ભાર લાગે, ઓડકાર આવવાથી રાહત લાગે. જ્યારે જઠરમાં ગૅસનો ભરાવો થાય ત્યારે છાતીમાં દબાણ લાગે, ભીંસ અનુભવાય, ગભરામણ થાય, ધબકારા વધી જાય, પરસેવો છૂટી જાય, શ્વાસ લેવામાં તકલીફ જણાય, જાણે હૃદયની બીમારી હોય તેવો આભાસ પેદા થાય, ડર લાગે, આ બધામાં વાછૂટ થવાથી કે ઓડકાર આવવાથી રાહત લાગે.

     આવા દર્દીઓ માટે કાયમી સારવાર શક્ય છે, જેનાથી દર્દીનો સ્વભાવ બદલાય સાથે ખાણીપીણીની રુચિ બદલાય ( તે માટે હોમિયોપેથી અને સુષુપ્ત મનમાં નંખાતા સૂચનો (સજેશન)ની સારવાર અસરકારક રહે છે.)

     દવાઓથી તથા ખાણીપીણીમાં થોડા ફરફારો કરવાથી જઠરની પાચનશક્તિ સુધરે છે, જઠરના આંતરિક સ્ત્રાવોમાં સુધારો થાય છે. ખાણીપીણીમાં દહીં, છાશ વધારે લેવા. સૂવાની ભાજી ખાવી, ચાલવું કે દોડવું, નિયમિત કસરત કરવી. યોગમાં સર્વાંગાસન કરવું.

     આ રોગ માટે હોમિયોપેથીમાં,દર્દીના રોગના લક્ષણો અને બાંધાને અનુસરીને લઈ શકાય.

એગેલેક્ટીયા

પ્રસૂતાના ધાવણની ઉણપનો રોગ કેવી રીતે મટે

     માતાના દુધમાં બાળક માટે જરૂરી બધા જ વિટામિનો, ખનીજો સુપાચ્ય પ્રમાણમાં હોય છે. તેનાથી બહારનો ચેપ લાગવાની શક્યતા નથી રહેતી, બાળકોની સર્વસામાન્ય તકલીફ ઝાડા પણ થવાની શક્યતા ઓછી રહે છે. માતાનું દુધ લેતું બાળક બીજા ખોરાક લેતા બાળકો કરતા વધુ તંદુરસ્ત હોય છે.

     માતાનું દુધ લેતા બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલી તીવ્ર હોય છે કે બાળકોને પોલિયોની રસી આપવામાં આવે ત્યારે રસીના જંતુ પણ નાશ પામે છે અને રસીની અસર ઓછી થઈ જાય છે. આથી જ પોલિયોની રસી અપાવતા પહેલાં આશરે ચારેક
કલાક સુધી ધાવણ ન આપવાની સલાહ અપાય છે. (આપણે કેટલાંક રક્ત લીધેલા બાળકોમા પોલિયો થયેલો જોઈએ છે તેમાં આવી ભૂલ થયેલી હોવાની શક્યતા રહે છે.)

     આમ, ધાવણ ધાવતું બાળક શારીરિક અને માનસિક રીતે વધુ શક્તિશાળી હોય છે.

     પરંતુ ક્યારેક પ્રસુતા માતાને ધાવણ ઓછું આવવાની તકલીફ જોવા મળે છે, જેના
માટે નીચેના કારણો જવાબદાર હોઈ શકેઃ-

  1. બાળક અધુરે મહિને આવવું.
  2. મોટી ઉંમરે પ્રસુતિ થવી.
  3. સ્તન અવિકસિત અને નાના હોય.
  4. માતાની માંદગી કે નબળું શરીર.
  5. સતત માનસિક તાણ કે પ્રસુતિ વખતના અજ્ઞાત વિચારો વગેરેની અસરને કારણે આવી તકલીફ પેદા થવાની શક્યતા રહે છે.
  6. કેટલીક સ્ત્રીઓ બાળકને ધવરાવવાથી પોતાના સૌંદર્યને હાનિ પહોંચશે તેવા

 સતત ખ્યાલના પરિણામે પેદા થતી શારીરિક અસરોને કારણે પણ આવી તકલીફ
પેદા થાય છે.  

ધાવણ પૂરતું આવવા માટે ગર્ભાવસ્થા દરમ્યાન માનસિક અને શારીરિક આરોગ્યની જરૂર છે.ગર્ભાવસ્થા દરમ્યાન જુદા જુદા પાક જેવા કે ગુંદરપાક, અડદપાક, દૂધ, ઘી, માખણ વગેરે વધારે લેવા. કોપરા (ટોપરુ)નો ઉપયોગ ધાવણ વધારવા માટે ઉત્તમ મનાય છે. ધાવણની વૃદ્ધિમાં ગાયનું દૂધ પણ ઉત્તમ મનાય છે. દૂધપાક, ખીર જેવા પદાર્થો લેવા.

     બાળકને ધવરાવવાના અડધો કલાક પહેલાં સ્તન ઉપર ઠંડા-ગરમ પાણીનો શેક
કરવો તથા દિવેલની માલિશ કરવી.

     શતાવરી તથા જેઠીમધનું ચૂર્ણ અડધાથી એક ચમચી જેટલું લેવું.

     આ રોગ માટે હોમિયોપેથીમાં માતાએા લક્ષણો અને બાંધાને અનુસરીને લઈ શકાય.

એન્યુરેસીસ

બાળકોને પથારીમાં પેશાબ કરવાની ટેવ

     પથારીમાં પેશાબ કરવાની ટેવ અથવા થવાની તકલીફ મોટે ભાગે 3 થી 15 વર્ષના બાળકોને થાય છે. સામાન્ય રીતે 3 થી 4 વર્ષના ગાળામાં બાળકોનો તેની પેશાબની કોથળી ઉપર કાબૂ આવી જાય છે. પરંતુ મોટે ભાગે આ એક ટેવ જેવું હોય છે. તેને તબીબી ભાષામાં એન્યુરેસીસ તરીકે ઓળખવામાં આવે છે

     પથારીમાં પેશાબ કરતા બાળકને કારણે તેની માતાની જવાબદારી વધી જાય છે અને ચિંતાનો વિષય બની જાય છે.

     તેના કારણો જુદા જુદા હોય છે. જેમાં શારીરિક કારણોમાં મુખ્યત્વે પેટમાં કરમિયા હોય જે પેશાબ થવાનું કારણ બને છે. છોકરાઓના જનન અવયવની તકલીફ .તથા ફાયમોસીસ નામની તકલીફ, પેશાબની નળીનો ચેપ, મૂત્રપિંડનો સોજો,,
કેટલીકવાર બાળકને માટી, રાખ, ધૂળ કે પેન ખાવાની ટેવ હોય તોપણ આ તકલીફનો ભોગ બનવા સંભવ છે.

     માનસિક કારણોમાં બાળકને વારંવાર ડરાવવામાં આવે તો સ્વપ્નમાં ડરને કારણે પથારીમાં પેશાબ થઈ જાય છે. આ સિવાય માતાની બેદરકારી, વધારે લાડ કે ધાક, બાળકની સ્વતંત્રતા ઉપર વધારે પડતો અંકુશ, એકલવાયું રાખવું, વારંવાર ટોકવું
વગેરેથી બાળક આ પરિસ્થિતિનો ભોગ બને છે.

     આ રોગની સારવારમાં ડૉક્ટરની દવા સાથે માતાપિતાનો સહકાર અને બાળકની પરિસ્થિતિ સમજવાની શક્તિ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. સૌ પ્રથમ માતાપિતાએ બાળકની હાજરીમાં માનસિક સંઘર્ષ ટાળવો, પથારીમાં બાળક પેશાબ કરી જાય તો તેને મારવો, ધમકાવવો કે ડર બતાવવો નહીં, કારણ કે આનાથી બાળકનું માનસ અસલામતીની ભાવનાથી પીડાય છે અને આ કારણે તે આ રોગમાં વધારે અને વધારે સપડાતું જાય છે.

     બાળકને રાતના સૂતા પહેલાં પાણી કે પ્રવાહી ઓછું આપવું. સૂતા પહેલા તેને પેશાબ કરાવી લેવો . પથારી કઠણ રાખવી અને તેન પડખાભેર સૂવાડવુ. અંધારાના કારણે ડરતા બાળકના રૂમમાં નાઈટલેમ્પ ચાલુ રાખવો.બાળકના પથારી ચોખ્ખી અને સ્વચ્છ રાખવી. બાળક પેશાબ કરી નાંખે છે માટે ફાટેલી કે ગંદી ગોદડી આપવી નહીં, કારણ કે આથી બાળક માને છે કે પેશાબ થઈ જાય તો કાંઈ વાંધો નહીં પરંતુ જો પથારી ચોખ્ખી હશે તો બાળક પેશાબ ન કરવા વિચારશે                                                         
અને તેથી તેનું સુષુપ્ત માનસ તે પાછળ પ્રયત્ન કરી બળવાન બનશે અને ધીમે ધીમે આ રોગ દૂર થશે.

      આ રોગ માટે નીચે મુજબની હોમિયોપેથિક દવાઓ ઉપયોગી છે અને દર્દીના રોગની જે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓ આપીને રોગ મટાડવામા આવે છે.

એપીલેપ્સી

ખેંચ – તાણ – ચેતાતંત્રનો એક રોગ

     વાઈ કે જેને તબીબી ભાષામાં એપીલેપ્સી (Epilepsy) તરીકે ઓળખવામાં આવે છે, સૌથી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ચેતાતંત્ર સાથે સંબંધિત આ રોગનું ઉદભવ સ્થાન મગજમાં છે. જેમાં મગજના એક ભાગમાં વધારે પડતા વિદ્યુત તરંગો પેદા થવાથી તેની જાગૃતતા  (કોન્શીયસનેસ)માં તકલીફ પેદા થાય છે.

     વાઈના અનેક પ્રકારોમાં એક સામાન્ય વાઈ (Generalise Epilepsy) છે, જેના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેનો એક પ્રકાર સંપૂર્ણ વાઈ (Grandmal Epilepsy) માં નીચેના ચિહ્નો દર્દીની અંદર પાંચ તબક્કામાં પેદા થાય છેઃ-

(1) Prodiomal Stage (પ્રોડ્રોમલ સ્ટેજ):- જેમાં દર્દીનો મૂડ, રુચિ, સ્વભાવ બદલાય. 

(2) Aura Stage (ઔરા સ્ટેજ):- જેમાં દર્દીને જુદી જુદી જાતની અનુભૂતિ થાય. જેમ કે પગ પર ઉંદર, કીડી વગેરે ચાલે છે, કોઈ ભાગ ધીમે ધીમે ખેંચાય, અસામાન્ય પ્રકારની લાગણીશીલતા જણાય, શરીરના કોઈ ભાગમાં દુઃખાવો થાય કે ઉલ્ટી થાય,
જેવા કોઈ એક ચિહ્ન દ્વારા દર્દીને પોતાને આવનાર વાઈના હુમલાની ખબર પડી જાય

(3) Tonic Stage (ટોનિક સ્ટેજ):- 20 થી 30 સેકંડ ચાલતા આ તબક્કામાં દર્દી ભાન ગુમાવે અને ઊભેલો દર્દી પડી જાય અને શ્ર્વસનતંત્રના સ્નાયુઓ સંકોચાતા જોરથી હવા બહાર ફેંકાય અને રડવા જેવો અવાજ આવે, અને શ્ર્વસનની તકલીફ બાદ હાથ પણ બ્લ્યુ થઈ જાય. ઘરના કે સહકાર્યકર્તાઓના ધ્યાન બહાર જાય અને તે મટી જાય કે વાઈના સંપૂર્ણ લક્ષણો સાથે તીવ્રતાથી દેખાય, સ્નાયુઓ તાલબદ્ધ રીતે ખેંચાય, દર્દી ઓચિંતો બેભાન થઈ જમીન પર પડી જાય અને તુરંત સામાન્ય સ્થિતિમાં આવી જાય.

(4) Clonic Stage (ક્લોનિક સટેજ):- અડધી મિનિટ સુધી ચાલતા આ તબક્કામાં દર્દીના હાથપગ ખેંચાય અને જડબા અને જીભના ખેંચાવાથી મોંમાં ફીણ આવે.

(5)Relaxation Stage (રીલેક્સેશન સ્ટેજ):- દર્દી શાંત, ઢીલો, બેહોશ, તંદ્રામય ઉંઘમાં ચાલ્યો જાય જે થોડી મિનિટોમાં કલાકો સુધી સૂઈ જાય.

     ઉપરના (વાઈના) વિવિધ તબક્કાઓમાંથી  ‘ક્લોનિક’ અને  ‘ટોનિક’ તબક્કા દરમ્યાન કેટલીક વાર દર્દી જીભ કચરી નાંખે, પેશાબ કે ઝાડો થઈ જાય, ભાનમાં આવતા દર્દી દ્વિધામાં મૂકાઈ જાય અને માથાનો દુઃખાવો પણ થાય.

     પ્રકારોઃ-

     Petit Mal Epilesy : ( પેટીટ માલ એપીલેપ્સી) આ પ્રકારની વાઈ બાળકોમાં વધુ જોવા મળે છે, જેમાં દર્દી ચાલુ કામકાજ કે વાતો દરમ્યાન 10 થી 15 સેકંડ માટે ભાન ગુમાવી દે છે જે કેટલીકવાર જન્મ સમયની ઇજા તાવ, રુધિરાભિસરણની ક્રિયામાં પેદા થયેલ તકલીફ લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો કે કોઈ પણ જાતની ખાતરી વગર પણ આ વાઈ થઈ શકે છે.

     Partial Epilepsy : (અંશતઃ વાઈ) આ વાઈમાં મગજના નાનકડા ભાગમાં જ તકલીફ થવાથી જે તે વ્યક્તિને સ્વાદ, સુગંધ, સાંભળવામાં જુદી જુદી અવાસ્તવિક અનુભૂતિ થાય,  યાદશક્તિમાં તકલીફ પેદા થાય.

     Jacksonian Epilepsy:(જેક્સોનિયન એપીલેપ્સી) આ વાઈમાં શરીરનો એક ભાગ કે હાથપગ વ્યવસ્થિત રીતે ખેંચાય પરંતુ તે હુમલો જતો રહ્યા બાદ તેમાં લકવાની અસર રહી જાય છે.

     માનવીને અચાનક લક્ષણો બતાવતી ખેંચ થવાના કારણોમાં બાળકોમાં જન્મ સમયની ઇજા, મેનેન્જાઈટીસ, મગજના વિકાસની ખામી, ચયાપચયની ખામીને કારણે, ક્ષાર-ખાંડની વધઘટને કારણે, મગજની ગાંઠને કારણે, કારણ વગર આવતી ખેંચમાં એક જ કુટુંબમાં એકથી વધારે સભ્યોને થવાની શક્યતા રહેલ છે

     સૌ પ્રથમ દર્દીને જે વસ્તુ વાઈનો હુમલો લાવી હોય તેનાથી દૂર રાખવાં જેમ કે તીવ્ર પ્રકાશ, આલ્કોહોલ (દારૂ), જાતીય સંબંધ, ગુસ્સો, ધમકાવવા વગેરે. દર્દીએ ઉજાગરા કરવા નહીં, અતિશય માનસિક શ્રમ કરવો નહીં, સતત ટી.વી. (ટેલિવિઝન) ના જોવું, સતત ગાડી ના ચલાવવી, પૂલની પાળી ઉપર, ઊંચા મક્નની દિવાલ પાસે, ઝાડ ઉપર ઊભા રહેવું-બેસવું નહીં.

     આ ઉપરાંત, સંમોહન ચિકિત્સાથી પણ ખેંચનું પ્રમાણ, ખેંચની તીવ્રતા ઘટાડી શકાય છે. મગજમાં પેદા થતા અયોગ્ય વિદ્યુત તરંગોને રોકી શકાય છે, દર્દીને મનની શાંતિ મળે છે.

     સવાસનથી પણ આ રોગની તીવ્રતા ઘટાડી શકાય છે. પ્રાણાયમથી નબળા મનના દર્દીને મજબૂત બનાવી શકાય છે.

     વાઈનો-ખેંચનો જ્યારે અચાનક હુમલો આવે ત્યારે દર્દીને પડખે સુવડાવવો જેનાથી તેના શ્ર્વસનમાર્ગમાં કફ-પ્રવાહી ભરાતું અટકશે. ગૂંગળામણ થવાની શક્યતા દૂર થશે. (કેટલાક દર્દીઓમાં ખેંચ દરમિયાન મોંમાં આવતું ફીણ-કફ ફેફસામાં જવાથી તકલીફ થાય છે.) તીવ્ર ખેંચના હુમલામાં ચમચા ઉપર કપડુ વિંટાળી મોઢામાં મૂકવું જેથી જીભ કચડાતી અટકી જશે. ખેંચ આવે ત્યારે દર્દીને જોરથી પકડી રાખવો નહીં, તેનાથી હાથપગ ઉતરી જવાની શક્યતા રહે છે. ખેચ દરમિયાન દર્દીને સુવાડી દેવો અને તેને ઇજા થાય તેવી વસ્તુઓ તેની આજુબાજુથી દૂર કરવી.

ઓપ્ટીક નર્વ એટ્રોપી

અંધાપો લાવનાર આંખની નસ સુકાવાનો અસાધ્ય રોગ

     આંખની નસ સુકાવાનો રોગ કે જે મોટે ભાગે મધ્યવયે થાય છે, અને પુરુષોને વધારે પ્રમાણમાં ભોગ બનાવે છે તેને તબીબી વિજ્ઞાનમાં ઓપ્ટીક નર્વ એટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક આ રોગ નાના બાળકોમાં થયેલ પણ જોવા મળે છે.

     ધીરે ધીરે અંધાપા તરફ લઈ જતો આ રોગ તબીબી દૃષ્ટિએ નોન ઈન્ફ્લામેટરી (સામાન્ય ભાષામાં સોજા રહિત) અને ઈન્ફલામેટરી (જેમાં જ્ઞાનતંતુઓનો સોજો જોવા મળે છે.) તેવા બે પ્રકાર પાડવામાં આવે છે. આ આંખના જ્ઞાનતંતુ સુકાવાની પ્રક્રિયા આંખથી મગજ સુધીના તેના કોઈ પણ ભાગમાં શરૂ થઈ શકે છે જેને પરિણામે આંખની જોવાની શક્તિ અને વિસ્તારમાં ઘટાડો થાય છે. ખાસ કરીને વચ્ચેના ભાગમાં જોવાની શક્તિ ઘટી જાય છે. આ તબક્કે આંખના નિષ્ણાત દ્વારા નિદાન થઈ શકે છે. દર્દીની કોઈ પણ દિશાની અડધી દૃષ્ટિમાં ઘટાડો થાય છે, અડધી દૃષ્ટિ નાશ પામે છે જે મોટે ભાગે બંને આંખોમાં એક જ દિશાની હોય છે. ધીરે ધીરે દર્દીની દૃષ્ટિ ઓછી થતાં રંગ બાબતની પરખ ઓછી થઈ જાય છે અને શરૂઆતમાં લીલો રંગ પારખવાની શક્તિ ગુમાવી દે છે જે રાખોડી (ગ્રે) કે પીળા કલર સાથે ભેળવાઈ જાય છે.

     ત્યારબાદ વાદળી (બ્લ્યુ), લાલ, પીળો, સફેદ રંગની પારખશક્તિ ગુમાવી દે છે. કેટલાંક દર્દીમાં લીલાની જગ્યાએ લાલ રંગ પારખવાની શક્તિ ગુમાવવાથી રોગની શરૂઆત થાય છે.

     આ રોગ થવા માટે તબીબી દૃષ્ટિએ મગજના, કરોડરજ્જુના કેટલાક રોગો- ડાયાબિટીસ, એપીલેપ્સી, લોહીની નસમાં ગાંઠ, લકવા, ઈજા, દારૂની આદત, કિડનીનો ચેપનો રોગ, વારસાગત ખામી, માસિકની અનિયમિતતા, કાયમી શરદી, મેલેરિયા, સીફીલીસ જેવા રોગો જવાબદાર મનાય છે.

     આ રોગની શરૂઆત થયા બાદ ગમે ત્યારે તીવ્રતા પકડાય. ક્યારેક મહિનાઓ અને વર્ષો બાદ અંધાપાની તકલીફ પેદા થાય છે.

     આ રોગનું નિદાન આંખના નિષ્ણાંત તબીબો ઓપ્થેલ્મોસ્કોપ નામના સાધનથી તપાસીને તથા લક્ષણોને આધારે નક્કી કરે છે. પરંતુ તેની આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં કોઈ ચોક્કસ પ્રકારની સારવાર અસરકારક રહેલ નથી. જ્યારે યોગ્ય સમન્વય દ્વારા હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિની મદદ લેવામાં આવે તો નિદાનને આધારે સારવાર આપી રોગ મટાડી શકાય છે.

     આમ, હોમિયોપેથીનો ઉપચાર એલોપથી માટે અસાધ્ય એવા આંખની નસ સુકાવાના રોગ માટે ઉપાય સૂચવે છે જે અમારા અનુભવે અસરકારક રહ્યાં છે.

     આવા દર્દીઓએ પૌષ્ટિક પરંતુ હળવો ખોરાક લેવો. શારીરિક-માનસિક શ્રમ, તાણથી દૂર રહેવું. તમાકુ, ધુમ્રપાન, મદ્યપાન (દારૂ) વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો.

     ઈંગ્લેન્ડના ડૉ. એ. બી. નોરટનના અનુભવે આંખના જ્ઞાનતંતુ આગળ ગેલ્વેનીઝમ તરીકે ઓળખાતી ઈલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશનથી અપાતી સારવારથી ઉત્તમ પરિણામો મળે છે.

કેટરેક્ટ

મોતિયો વગર ઓપરેશને પણ મટી શકે

     આંખની અંદર લેન્સ (નેત્રમણિ) અને તેની ફરતે આવેલું પારદર્શક કવચ અપારદર્શક બને તેને આપણે ‘મોતિયો’ આવ્યો છે તેમ કહીએ છીએ

પુરુષ અને સ્ત્રીમાં સરખા પ્રમાણમાં થતી આ તકલીફ મોટા ભાગે 50 થી 65 (પચ્ચાસથી પાંસઠ) વર્ષની આસપાસ જોવા મળે છે. પરંતુ માતાને ગર્ભાવસ્થા દરમ્યાન જર્મન મિસલ્સ તરીકે ઓળખાતા વાયરસનો ચેપ લાગ્યો હોય તો બાળકોને જન્મજાત મોતિયો થવાની શક્યતા રહે છે.

     નેત્રમણિ એ પારદર્શક, સ્થિતિસ્થાપક, બહિર્ગોળ, પ્રકૃતિ નિર્મિત કાચ છે. જે એપીથેલીયલ પ્રકારના કોષોની પેશીઓથી બનેલ હોય છે. કોષોમાં પ્રોટીનની ચયાપચયની પ્રક્રિયામાં ખલેલ પહોંચવાથી પ્રવાહી પ્રોટીન અદ્રાવ્ય બની જઈ ગંઠાઈ જાય છે.

     તબીબી દૃષ્ટિએ જોઈએ તો 50 વર્ષની આસપાસ ઉંમર વધવાની કુદરતી પ્રક્રિયા હેઠળ મોતિયાની તકલીફ શરૂ થાય તો ક્યારેક વિટામીન B12, રીબોફ્લેવીન, એમિનોએસિડ, કેલ્શિયમની ઉણપથી આવી તકલીફ થાય છે. નેપ્થેલીન, ગેલેક્ટોઝ, થેલીયમ જેવા ઝેરી પદાર્થો શરીરમાં પ્રવેશે કે લોહીમાં સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ વધે, તીવ્ર અને વધારે પડતો વીજપ્રવાહ શરીરમાં પ્રવેશે ત્યારે મોતિયો આવવાની શક્યતા વધે છે

     મોતિયામાં શરૂઆતમાં દર્દીને આંખમાં સ્થિર ટપકાં દેખાય. અસર પામેલ આંખમા એક જ વસ્તુની જગ્યામાં ઘણી બધી વસ્તુઓ મૂકેલી જણાય. વસ્તુના વાસ્તવિક કદ કરતા વસ્તુ મોટી જણાય, વસ્તુ-પદાર્થ ધૂંધળો દેખાય, તેની આસપાસ આભા દેખાય, દૃષ્ટિશક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છતાં પ્રકાશની વધઘટ અનુભવી શકાય.

     દર્દીની ઉંમર કે સાથે કોઈ રોગ કે બીજા કોઈ કારણસર ઓપરેશન કરવું શક્ય ન હોય, અથવા દર્દીને કરાવવું ન હોય ત્યારે હોમિયોપેથી સારવાર મદદરૂપ થઈ શકે છે, જેમાં પારદર્શકતા પાછી મેળવી શકાય છે.

     દર્દીના રોગની જે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટર જરૂરિયાત મુજબ જે તે ઔષધીઓ દર્દીને આપે છે.

કેન્સર

કેન્સરની સરળ સારવાર શક્ય છે ?

     કેન્સરની ભયાનકતા આપણા સૌના જાણમાં છે. હોમિયોપેથીક શાસ્ત્રના સંશોધક હનીમેનની સાથે એ જ યુગમાં ડૉ ક્લાર્ક થઈ ગયા જે કેન્સર ઉપર સંશોધન કર્યા કરતા હતા. તે સમયે એક સંશોધન અનુસાર કેટલાક ઉંદરો પર પ્રયોગો કરીને કેન્સર પેદા કરવામાં આવ્યું અથવા કેન્સરગ્રસ્ત ઉંદરો મેળવવામાં આવ્યા જેઓ ચોક્કસપણે મૃત્યુ પામવાના હતા.

     તેમના શરીરમાંથી કેન્સરની ગાંઠ અથવા લોહી મેળવીને સસલાના શરીરમાં દાખલ કરવામાં આવ્યું અને સસલાના શરીરમાં ઉંદરના શરીર જેવી જ ગાંઠો પેદા થઈ. ત્યારબાદ તેના શરીરમાંથી નજીવા લોહીના ટીંપા મેળવી અને કેન્સરથી અસરગ્રસ્ત થયેલા મૃત્યુની નજીક પહોંચી ગયેલા ઉંદરના શરીરમાં દાખલ કરવામાં આવ્યા અને ચમત્કારિક રીતે જોવા મલ્યું કે, ઉંદરનું કેન્સર મટવા લાગ્યું તથા કૃત્રિમ રીતે સસલાના શરીરમાં પેદા કરાયેલી ગાંઠ પણ ઓગળી ગઈ.

     આમ, ઉંદરોને નવજીવન મળ્યું અને સસલા તો નિરોગી જ રહ્યાં. જે ઉંદરનું લોહી જે સસલાના શરીરમાં દાખલ કરવામાં આવ્યું હતું તેનું જ લોહી તે જ ઉંદરના કેન્સર જેવા ભયાનક રોગ મટાડવામાં કામ આવ્યું. પરંતુ તે સિવાય જે અદલબદલ થયેલ જોડી હતી તેનાથી તેમાં ફાયદો થયો નહિ.

     દરેક કેન્સરગ્રસ્ત જીવ, ઉંદર કે માનવને એક જ પ્રકારના કેન્સર માટે વ્યક્તિગત સારવાર આપવામાં આવે તો જ તેનો સચોટ ઈલાજ કહેવાય. પરંતુ આપણા કહેવાતા કેન્સર સ્પેશિયાલિસ્ટો અનેક દર્દીઓના એક જ પ્રકારની ઔષધી શોધવાના પ્રયત્નમાં હોવાથી ( જેનાથી તેમની મહેનત અને સમય બચે) હજુ સુધી સચોટ ઔષધી શોધી શક્યા નથી. દર્દીનું મન અને વ્યક્તિત્વ તેમના માટે ગૌણ બાબત છે. તેથી જ તેઓ ફક્ત રૂટીન સારવાર આપે છે. પરંતુ, કેન્સરની ઔષધી અને ઉપચાર નથી તેવા ભ્રમમાં રહેવાનું કોઈ કારણ નથી. .

     તબીબી દૃષ્ટિએ ઉંદર, સસલું, માનવ કે કોઈ પણ જીવમાં કોઈ પણ પેશીના કોષો તેની સ્વાભાવિક રીતે પેદા થવાની પ્રક્રિયા છોડી વધારે પડતા અને મોટા ભાગે અપૂર્ણ વિકસિત થઈ પેદા થાય અને આ વધારે પડતા કોષોને કારણે જે ગાંઠ પેદા થાય તેને કેન્સરની ગાંઠ કહેવાય છે.

     કેન્સર થવા માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે. એમાં કારસીનોમા પ્રકારનું કેન્સર મોટી ઉંમરની વ્યક્તિઓમાં અને સારકોમા પ્રકારનું કેન્સર યુવાનોમાં વધારે જોવા મળે છે. જાતીયતાની દૃષ્ટિએ પુરુષોના પમાણમાં સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. જેમાં સ્તનનું, ગર્બાશયનું, ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. પુરુષોમાં કેન્સર મોટા ભાગે તેમના વ્યવસાયની ટેવો (કુટેવો)ની સાથે સંબંધિત હોય છે, જેમાં નીચેના હોઠ, મોં, અન્નનળીનું કેન્સર ખૂબ જોવા મળે છે. આર્થિક પરિસ્થિતિ અને વ્યવસાયના કારણે કેન્સરની સંભાવના નિશ્ચિત થાય છે. ગરીબ સ્ત્રીને ગર્ભાશયનું અને ગરીબ પુરુષને ફેફસાનું કેન્સર વધારે થાય છે. નેતા, અભિનેતા, ગાયક, પાદરી વગેરે જેમની જિંદગીમાં મોટા અવાજે વધુ ભાગ ભજવ્યો હોય છે તેમને સ્વરપેટીનું કેન્સર થવાની શક્યતા વધારે હોય છે,

     વારસાગત રીતે જોવા જઈએ તો એક જ કુટુંબની મોટા ભાગની વ્યક્તિ જો તેમનું પૂર્ણ આયુષ્ય પૂરું કરી મૃત્યુ પામે તો તેમને એક જ પ્રકારના કેન્સરની સંભાવના હોય છે. આવું મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટના કુટુંબમાં પણ બનેલું છે.

     આવી જ રીતે રાસાયણિક અને ભૌતિક પરિબળોથી ચામડીનું કેન્સર થાય છે. કાશ્મીરના લોકોને પેટની દીવાલ (ચામડી)નું કેન્સર થાય છે. (સળગતા કોલસાની કાંગરી પેટ ઉપર રાખવાથી), વારંવાર ગરમ પાણી પીવાથી જીભને ઈજા પહોંચવાથી જીભનું કેન્સર થાય છે, શરીરમાં પેદા થતા એસિડ, અંતઃસ્ત્રાવો, જાતીય અંતઃસ્ત્રાવો, જાતીય સંબંધ પછી ગુપ્તાંગ પર રહી જતી ગંદકીને કારણે વારંવાર ચેપ લાગવાથી પણ કેન્સર થઈ શકે છે.

     મારી અંગત પ્રેક્ટિસ દરમ્યાન બહુ જ જાણીતા અને ખ્યાતનામ પત્રકારના પત્ની અને મારા સન્માનનીય બહેનને ઓવરીની ગાંઠ માટે હોમિયોપેથીની પેલેડીયમ નામની દવા આપવામાં આવી હતી. જેનાથી ગાંઠ અડધી થઈ ગઈ હતી. પરંતુ સામાજિક દબાણ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિની ભ્રમજાળ વચ્ચે તેમની સારવાર અધવચ્ચે બદલતા દર્દીને જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ બીજા દર્દીઓને જે હોમિયોપેથીને વળગી રહ્યાં હતા તેમને કેન્સર મટી ગયું છે. આમ અંતિમ તબક્કાવાળા કેન્સરના દર્દીઓને દર્દમાં રાહત આપી શકાય છે..

     બીજી ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા અપાતી સારવારની આડઅસરરૂપે પેદા થતી તકલીફો પણ વધુ સારી રીતે હોમિયોપેથીથી મટાડી શકાય છે. બીજી ચિકિત્સા પદ્ધતિઓ સાથે હોમિયોપેથીનો સમન્વય કરી દર્દીની જિંદગી દુઃખ રહિત રીતે લંબાવી શકાય છે અને યોગ્ય સારવાર શરૂ કરવાથી રોગ મટાડી પણ  શકાય છે.

     જ્યારે માતા-પિતા કે નજીકના પૂર્વજને કેન્સર થયેલું હોય તો તેની સંભવિત અસરથી તેમના વારસને હોમિયોપેથી દવાના ડોઝ આપી મુક્ત કરી શકાય છે.

     આમ, ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો દર 100 દર્દીએ બીજી ચિકિત્સા પદ્ધતિની સરખામણી કરવામાં આવે તો હોમિયોપેથી જ આગળ રહે.

         હોમિયોપેથીના મત મુજબ સંપૂર્ણ શરીરની અને તેની પેશીઓના વિકાસમાં જીવનશક્તિ જવાબદાર છે. આ જીવનશક્તિમાં કોઈપણ આંતરિક કે બાહ્ય પરિબળ દ્વારા તકલીફ પેદા થાય ત્યારે જે તે અંગ કે પેશી ઉપરનો કાબુ ગુમાવી બેસે, જેની સાથે તેના વિકાસ ઉપરનો કાબુ પણ ગુમાવી દે. હોમિયોપેથીક દવાઓ શરીરની જીવનશક્તિ ઉપર અસર કરે છે. તે રોગીના બાંધા, લક્ષણો વગેરેના આધારે અપાય છે. જેથી શરીરની જીવનશક્તિ વ્યવસ્થિત બને.

ગાલ બ્લેડર સ્ટોન

પિત્તાશયની પથરી દવાઓથી ઓગળી શકે ?

     લિવર એટલે યકૃતમાં પેદા થતા પાચક રસો એસિડિક હોવાથી તેમને પિત્ત કહીએ છીએ. આ પાચક રસોને આશ્રય આપનાર અંગ પિત્તાશય જેને તબીબી ભાષામાં ગાલ બ્લેડર તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા શરીરમાં જમણી બાજુ છેલ્લી પાંસળી નીચે લિવરથી ઉપર આવેલું હોય છે.

     યકૃત (લિવર)માં પેદા થતા પાચક રસો ધીરે ધીરે ત્યાંથી ઝરીને પિત્તાશયમાં ભેગા થાય છે અને ચોક્કસ સમયે જઠરથી નીચેના પાચન અંગ ડીઓડીનમમાં ધકેલાય છે જ્યાં તે ખોરાકનું પાચન કરે છે.

     પાચક રસો ગાલ બ્લેડરમાં લાંબો સમય પડી રહેતા હોવાથી તેમાંથી રંજકદ્રવ્યો કેલ્શિયમ કોલેસ્ટ્રોલ ઠરે છે અને તેની પથરી બને છે.

     વધારે પડતું વજન ધરાવતી વ્યક્તિને ગાલ બ્લેડરમાં પથરી થવાની સંભાવના રહે છે. પુરુષો કરતા સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમના શરીરમાં લિવર વધારે પડતું લીબીરૂબીન નામનું તત્વ બનાવતું હોય કે ચોક્કસ પ્રકારના લોહીની ઉણપ હોય કે ગાલ બ્લેડરમાં ચેપ લાગ્યો હોય તેમને પથરી થવાની સંભાવના વધી જાય છે.

     જેમના કુટુંબમાં પિત્તાશયમાં કોઈને પથરી હોય તેમને પણ પથરી થવાની શક્યતા રહે છે. પિત્તાશયમાં પથરી હોવાથી અચાનક જમણી બાજુ પેટની ઉપરના ભાગે દુઃખાવો થાય, ઉલ્ટી થાય, પેટમાં ચૂંક આવે, દુઃખાવો જમણા ખભા સુધી આવે, પેટનો દુઃખાવો તીવ્ર અને સતત રહે, ઉબકા આવે, શરીર ફીક્કુ પડી જાય, ઝીણો તાવ આવે, પેશાબમાં બીલીરૂબીન નામનું તત્વ ભળવાથી ઘેરો પેશાબ આવે, દર્દીને કાયમ વાયુ(ગૅસ)ની તકલીફ રહ્યા કરે, અપચો લાગે, ભૂખ મરી જાય, જમ્યા પછી પેટના ઉપરના ભાગે ભાર લાગે, દર્દીના પેટ ઉપર ગરમ પાણીની કોથળીથી શેક કરવાથી રાહત લાગે, પેટના દુઃખાવાવાળા ભાગના સ્નાયુ તણાવવાળા જણાય.

     કાયમી રીતે ગેસની ફરિયાદ કરનાર દર્દીને જમ્યા પછી પેટના જમણા ભાગે અસ્વસ્થતા, દુઃખાવો કે ભાર લાગે તો પિત્તાશયમાં પથરીની સંભાવના ગણી શકાયં

     પિત્તાશયમાં પથરી હોવા અંગેનું ચોક્કસ નિદાન રેડિયોગ્રાફી (X-Ray Photo) દ્વારા કરી શકાય છે.

     પિત્તાશયમાંની પથરીની સારવાર માટે આધુનિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે ઓપરેશન કરવું જરૂરી હોય છે અથવા તેને ટાળવા માટે અંશતઃ સફળ બનેલી દવાઓ હંમેશા લેવી પડે છે. ઓપરેશન બાદ પેપ્ટીક અલ્સર (જઠરમાં ચાંદુ થાય  તે ), હર્નિઆ જેવી અનેક તકલીફો પેદા થાય છે. તેથી જ્યારે દર્દીને દુઃખાવો ઓછો થાય કે તુરંત જ હોમિયોપેથી તબીબને સંપર્ક સાધી દવાઓ ચાલુ કરવી જોઈએ જે પિત્તાશયની પથરી ઓગાળી દર્દીને રાહત આપે છે. તે માટે લક્ષણોને મુજબ દવાઓ લેવી.

      આમ, પિત્તાશય ( ગાલ બ્લેડર )ની પથરીના રોગમાં ઓપરેશન કરાવવા કરતા ધીરજ રાખી હોમિયોપેથીક દવા લેવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે.

ડાઉન સિન્ડ્રોમ

બાળકોના માનસિક વિકાસની ખામી

     ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખાતી બીમારી બાળકોને માનસિક અને શારીરિક રીતે પછાત રાખતી હોય છે.

     આ બિમારીવાળા બાળકનો ચહેરો વિચિત્ર હોય છે. મેગોલિયન લોકોના જેવો ચહેરો દેખાય છે. બાળક શારીરિક તેમજ માનસિક રીતે પછાત હોય છે. તેના કારણોમાં:-

(1) રંગસૂત્ર (ક્રોમોસોમ)ની વિકૃતિ, સ્ત્રી પૂરુષના 23-23 રંગસૂત્ર હોય છે. એકંદરે 46 રંગસૂત્ર રાબેતા મુજબ હોય છે. પણ જો એક વધારાનું 47 રંગસૂત્ર હોય તો આવું બાળક જન્મે છે.
(2) શુક્રાણુ દ્વારા ફલિત થયેલા ખાસ કરીને 21 નંબરના રંગસૂત્રમાં આવી ગરબડ ઊભી થાય છે. તેને ટ્રાયામસી 21 કહેવાય છે  રાબેતા મુજબ બે ભાગને બદલે ત્રણ ભાગમાં 21 નંબરના સૂત્રનું વિભાજન થાય છે.
(3) કોષોના સમૂહમાં રાબેતા મુજબના તથા ત્રણ ભાગમાં વિભાજન થયેલા વિકૃત કોષ હોય છે.
(4) જન્મજાત
(5) અત્યંત નિકટના સગપણમાં સ્ત્રી-પુરુષે લગ્ન કર્યા હોય તો
(6) મોટી ઉંમરે સ્ત્રી બાળકને જન્મ આપે તો બાળકમાં આવી કોઈ વિકૃતિ સર્જાવાની શક્યતા રહે છે.
(7) વારંવાર સુવાવડ.
(8) ગર્ભ નિરોધક ગોળીઓનો લાંબા સમય સુધી વપરાશ.
(9) કેન્સર જેવી બીમારીમાં એક્સ-રે રેડીયેશન સારવાર.
(10) દારૂ, તમાકુ જેવા વ્યસનોનું અધિક સેવન.

     ગર્ભાવસ્થાના 14 થી 16 અઠવાડિયાની વચ્ચે કોરિયન બાયોપ્સી નામનું ગર્ભપરીક્ષણ કરવામાં આવ્યું હોય તો ચોક્કસ નિદાન થાય કે બાળકને આવી સમસ્યા હશે કે નહિ.

     લક્ષણોઃ-
બાળકનો દેખાવ વિચિત્ર હોય છે. માથુ ચપટું, સપાટ, નાક ચપટું, કાન નાનાં, ત્રાંસી આંખ અને બંને આંખો વચ્ચે રાબેતા મુજબ કરતાં વધારે અંતર, જીભ જાડી અને મોટી હોય, બહાર લબડતી હોય, કદ ઠીંગણું, ચામડી ઢીલી, ગરદન ઉપર ચામડીના થર, હાથ જાડા અને પહોળા, તર્જની નાની, ટચલી આંગળી નાની તેમજ વળી ગયેલ હોય. ટચલી આંગળીમાં ત્રણનાં બદલે બે જ વેઢા હોય, હથેળીમાં ત્રણને બદલે એક જ આડી રેખા હોય

     આવા બાળકો શારીરિક તેમજ માનસિક રીતે પછાત હોય છે. સમજણ શક્તિનો અભાવ, બોલતા-ચાલતા મોડું શીખે, બાળક પોતાનું નિત્યક્રમ પોતાની મેળે ન કરી શકે. અણઘડ બાળક, મંદબુદ્ધિ, બુદ્ધિમત્તા અંક (આઈ-ક્યુ) ઓછો, શારીરિક અંગોનો વિકાસ બરાબર ન થયો હોય. આવાં બાળકો ખાસ કરીને અલ્પજીવી હોય છે. આવા બાળક સતત બીમાર રહે છે. વારંવાર ચેપ લાગે છે. અવારનવાર તાવ, ઝાડા-ઉલ્ટી જેવી બીમારી થયા કરે છે. શ્ર્વાસ લેવામાં તકલીફ જણાય આથી મોઢેથી શ્ર્વાસ લે, કાનમાં બહેરાશ રહે.

     આ રોગમાં લોહીના સફેદ કણમાં વિકૃતિ હોવાને કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આથી લોહીનું કેન્સર જેવી બીમારી થવાની શક્યતા રહે છે. થાઈરોઈડ ગ્રંથીમાં વૃધ્ધિ અથવા જન્મજાત હૃદય બીમારી હોઇ શકે છે.

    
હોમિયોપેથિક દવાઓ પણ ઉત્તમ પરિણામ આપે છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ નિયમિત કરે છે.

પેપ્ટીક અલ્સર

જઠરમાં ચાંદુ દવાથી પણ મટી શકે

      અલ્સર એટલે ચાંદુ અને પેપ્ટીક અલ્સર એટલે એ ચાંદુ કે જે અન્નનળીના નીચેના ભાગ જઠર, ડીઓડીનમ (પક્વાશય)  કે જઠર પછી આવેલા આંતરડાના મુખ આગળના ભાગમાં થાય છે.

     સામાન્ય રીતે ચાંદુ પડવા માટે આંતરડાના અંદરના ભાગમાં મ્યુક્સ (ચામડીનો સુંવાળો ભાગ છુટો પડી જાય) તેનું એસિડ પેપ્સીનથી પાચન થઈ જવાને કારણે તેનો નાશ થાય છે.

     આ ચાંદુ થવા માટે પાચનતંત્રમાં ઝરતા સ્ત્રાવ, પેપ્ટીક એસિડની પ્રકૃતિ અને તેના પ્રમાણ બંને જવાબદાર ગણાય છે. તે તીવ્ર હોય કે વધુ સમય સુધી ઝરતો હોય તો ચાંદુ પડવાની સંભાવના વધુ રહે છે. પરંતુ કેટલીક વાર તે બંને સામાન્ય માણસો કરતા પણ ઓછા તીવ્ર અને ઓછા પ્રમાણમાં ઝરતા હોવાં છતાં કેટલાક દર્દીઓમાં ચાંદુ (અલ્સર) જોવા મળે છે, જેમાં નીચેના કારણો જવાબદાર ગણાય છે.

     પાચનતંત્રના એસિડ સામે પ્રતિકાર કરતા અને રક્ષણ આપતાં પડમાં(Mucus)ખોરાકની ઉણપ, લોહીના પરિભ્રમણમાં જે તે સંબંધિત પાચનમાર્ગમાં ખામી, જેમાં ઓછું લોહી મળતા મ્યુકોસલ પડની પ્રતિકાર શક્તિનો અભાવ, અંતઃસ્ત્રાવોમાં ફેરફાર જેના કારણે જ પુરુષોને પેપ્ટીક અલ્સર વધુ પ્રમાણમાં થાય

     આ પેપ્ટીક અલ્સર ઑક્ટોબર મહિનામાં ખૂબ તીવ્ર બને છે અને તે થવાની સંભાવના લોહીના ‘O’ ગ્રુપ ધરાવતા લોકોને વધુ પ્રમાણમાં થાય છે. વારસાગત રીતે પિતા કે માતાને પાચનમાર્ગ (જઠર, પક્વાશય, અન્નનળી, આંતરડા)ના જે ભાગમાં અલ્સર હોય તે ભાગમાં તેના વંશજને અલ્સર થવાની સંભાવના વધુ રહે છે. શારીરિક કે માનસિક રીતે મોટા આઘાત કે ચિંતા બાદના પેપ્ટીક અલ્સરના દર્દીઓનું પ્રમાણ ખૂબ મોટું જોવા મળે છે. તેવી જ રીતે ધૂમ્રપાન કરનારામાં પેપ્ટીક અલ્સરનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે.

રોગના લક્ષણોઃ-

પેપ્ટીક અલ્સરમાં સર્વસામાન્ય લક્ષણ અપચાનું જોવા મળે છે. તે કાયમી હોય છે. પણ કેટલીકવાર અલ્સરની હાજરીના કોઈ પણ ચિહ્ન વગર સીધું લોહી પડવું કે જઠર, આંતરડું ફાટી જવા સાથે આ રોગના લક્ષણો દેખાઈ આવે છે. અપચો થાય અને મટે તેવું વારંવાર બને. આ તકલીફ ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં કે શિયાળામાં વધે.. ખોરાક લેવામાં તકલીફ પડે, દુઃખાવો જે જુદા જુદા પ્રમાણમાં થાય છે. જેમાં દર્દી કેટલીકવાર દુઃખાવો સ્પષ્ટ અનુભવી શકતો નથી. જેને પરિણામે તે કેટલીકવાર ડીસ્કમ્ફર્ટની ફરિયાદ કરે છે. જેમાં દુઃખાવો છાતીના નીચેના ભાગમાં, ખભાના પાછળના અને આગળના ભાગમાં, કમરમાં થઈ શકે. ખાસ કરીને ભૂખ્યા પેટે દુઃખાવો વધુ જોવા મળે. તેની સાથે ઉલ્ટી થાય તેવું લાગે પરંતુ તેમ થાય નહીં. પક્વાશયના અલ્સરમાં રાત્રે દુઃખાવો વધુ થાય છે. પેપ્ટીક અલ્સરના દર્દીઓ વારંવાર અપચો અને ઉલ્ટીના ભોગ બનવાથી ધીરે ધીરે વજન પણ ગુમાવે છે..

     આ રોગની સારવાર વગર ઓપરેશને હોમિયોપેથી દવાઓથી શક્ય છે.

પથ્યાપથ્યઃ-

  1. કોઈ પણ પ્રકારનો ઈરીટન્ટ જે ચાંદાને ઘસાઈને પસાર થાય કે રાસાયણિક રીતે એસિડ ધરાવતો ખોરાક હોય તેનો ત્યાગ કરવો.
  2. તીખી, તળેલી વસ્તુ લેવી નહીં.
  3. ઓછા પ્રમાણમાં ખોરાક ઓછા સમયના અંતરે લેવો.
  4. દૂધ લેનાર દર્દીના સ્ત્રાવમાં એસિડનું પ્રમાણ વધે છે, પરંતુ બે ખોરાક વચ્ચે જરૂરિયાત પ્રમાણે દૂધ લેવું.
  5. ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દેવું.
  6. સવાસન કરવું.
  7. પ્રાણાયમ કરવું.

     આ રોગમાં નીચેની હોમિયોપેથીક દવાઓ ઉપયોગી અને અસરકારક છે જે, જે તે દર્દીના રોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવે છે.

   એક્યુપંક્ચર સારવારમાં કાનમાં તથા શરીરના એક્યુપંક્ચર પોઇન્ટ ઉપર સોય લગાડી સ્ટીમ્યુલેટ કરવાથી દર્દીના શરીરમાં સીક્રેટ (સ્ત્રાવ) થતા એસિડનું પ્રમાણ ઘટાડી શકાય તથા માનસિક તાણ અનુભવતા અલ્સરના દર્દીને તાણમાં રાહત આપીને સારવાર કરતાં અલ્સર મટી શકે છે. જઠર પાસેના એક્યુપંક્ચર પોઇન્ટ જે એન્ટાસિડ પોઇન્ટ તરીકે ઓળખાય છે તેનાથી ખૂબ ઝડપી રાહત મળે છે. 

     આમ, સમયસરની હોમિયોપેથી દવાઓ તથા એક્યુપંક્ચર ચિકિત્સાપદ્ધતિથી વગર ઓપરેશને પેપ્ટીક અલ્સર મટી શકે છે.

 પ્રોસ્ટેટાઈટીસ

પેશાબ કરવામાં હેરાન કરતા પ્રોસ્ટેટ

     પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષના શરીરમાં આવેલ જાતીય અંગ ગ્રંથિ છે. (સ્ત્રીઓમાં નથી હોતી.) આ ગ્રંથિનું મુખ્ય કામ શુક્રાણુઓની વહનશીલતા અને શુક્રાણુઓનો ખોરાક પૂરો પાડવા માટે અનિવાર્ય તત્વો પૂરા પાડવા. આથી પુરુષના વીર્યમાં 20 ટકા  પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ હોય છે, જેમાં સાઈટ્રીક એસિડ, સ્પર્મીન, ફોસ્ફોલાઈપીડ, ફાઈબ્રીનોલાઈસીન, ફાઈબ્રીનોજન, પ્રોમ્બોપ્લાસ્ટીક, કોલેસ્ટેરોલ, સેફાલીન વગેરે તત્વો હોય છે. આ ગ્રંથિની ખામી તકલીફ શુક્રાણુઓની વહનશીલતા ગતિશીલતા જીવંત રહેવાની શક્તિ વગેરેની ખામી પેદા કરી શકે છે. તેની સાથે વ્યંધત્વ અને પુરુષતત્વની ખામી પેદા થાય છે.

     પ્રોસ્ટેટ ગ્રંથિમાં જુદા જુદા બોકટેરીયા ઈકોલાઈ, ક્લીબસેલા, પ્રોટીસસ, એન્ટરોબેક્ટરએન્ટરોકોકાઈ વગેરેનો ચેપ લાગવાથી સોજો આવી જાય, ક્યારેક સ્ટેફાઈલોકોક્સ નામનાબેક્ટેરીયાનો ચેપ લાગવાથી પ્રોસ્ટેટ ગ્રંથિમાં ગુમડા થઈ શકે.

     આ ગ્રંથિમાં ચેપ લાગવાથી આવતા સોજામાં કોઈપણ લક્ષણ દર્દીને સોજો કે ચેપવધ્યા પછી ધીરે ધીરે લક્ષણો દેખાય તેવું નિદાન મોટે ભાગે લક્ષણોને આધારે જ કરવું પડે છે. જેમાં દર્દીને પેઢુમાં ભાર લાગે, કમરના નીચેના ભાગમાં ધીમો દુઃખાવો થાય, ઝીણો તાવ આવે.

     જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિમાં જુનો કાયમી ચેપ, સોજો હોય ત્યારે પેઢુમાં કંઈક ભરાઈ ગયેલું હોય તેવું લાગે, ક્યારેક ક્યારેક પોશાબ કરવામાં તકલીફ પડે, ક્યારેક કુદરતી હાજતે જતાં, પેશાબ માર્ગે સફેદ પ્રવાહી (દ્રવ્ય) જાય ( આ પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ હોય છે.) કેટલાક દર્દીઓનો કમરથી નીચેના ભાગનો દુઃખાવો પેઢુનો ભાર દૂર થતો હોવાનું અનુભવાય તો કેટલાક દર્દીઓમાં જાતિય સંબંધ પછી સારૂં લાગે તો કેટલાક દર્દીઓમાં તકલીફ વધી જાય છે.

     પ્રોસ્ટેટ ગ્રંથિના તાજા ચેપમાં તકલીફ વધારે હોય છે અને જૂના કાયમી ચેપમાં તકલીફો ઓછી તીવ્ર પણ સતત અને વારંવાર અનુભવાય છે.

     આધુનિક ચિકિત્સા પદ્ધતિની દવાઓ પ્રોસ્ટેટીક ગ્રંથિના પ્રવાહીમાં કાર્યશીલ બની નથી શકતી પરિણામે આધુનિક ચિકિત્સા પદ્ધતિના મતે આ દુઃસાધ્ય રોગ ગણાયો છે. ક્યારેક વર્ષોના વર્ષ સુધી સારવાર ચાલુ રહેવા છતાં દર્દીને પરિણામ મળતું નથી કારણ કે ક્યારેક બેક્ટેરિયા દવાઓ સામે જ લડવાની શક્તિ ધરાવતા થઈ ગયા હોય છે.

     ત્યારે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિમાં શરીરની આંતરિક રોગ પ્રતિકાર શક્તિ પેદા કરી દર્દીની પ્રોસ્ટેટ ગ્રંથિમાં લાગેલો ચેપ સોજો દૂર કરવામાં આવે છે. તે માટે દર્દીના બાંધા અને રોગના લક્ષણો અનુસાર દવાઓ લેવી જોઇએ.

ફ્લુ

ઈન્ફ્લ્યુએન્ઝા તરીકે ઓળખાતો સામાન્ય તાવ

     ફ્લુ કે ઈન્ફ્લ્યુએન્ઝા તરીકે ઓળખાતા રોગમાં માથાનો દુઃખાવો થાય, અશક્તિ થાક લાગે, આખા શરીરનો સખત દુઃખાવો થાય અને શ્ર્વસનતંત્રનો સોજો આવે A  , B અને C તરીકે ઓળખાતા વાઈરસથી આ રોગ થાય છે.

     આ રોગ મોટા ભાગે એક જ વિસ્તારમાં ફેલાય છે. છૂટા-છવાયા દર્દી હોઈ શકે છે. સામાન્ય રીતે A અને B વાઈરસના ફ્લ્યુનો તાવ વધારે જોવા મળે છે. વાઈરસના દર્દીઓ પ્રમાણમાં ઓછા હોય છે. જેમાં શ્ર્વસનતંત્રમાં જ આ વાઈરસ જોવા મળે છે.
તે સિવાય ગળફા, લોહી, લાળ કે નાકમાંથી નીકળતા પાણીમાં આ વાઈરસ ક્યારેય જોવા મળતો નથી. કોઈ પણ ઉંમરમાં, જાતિમાં, પુરુષ-સ્ત્રીને સરખા પ્રમાણમાં જ ચેપ લાગી શકે છે.

     ચેપ લાગ્યા પછી લક્ષણો બહુ ઝડપથી દેખાય છે. અને જુદા જુદા લક્ષણો હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે  ‘ફ્લ્યુ’ની અંદર ફેફસાં અસરગ્રસ્ત બને ત્યારે ઠંડી લાગે, તાવ આવે, આળસ જેવું લાગે, સ્ફૂર્તિ ઓછી થઈ જાય, સ્નાયુઓમાં દુઃખાવો થાય, શ્ર્વાસ
લેવામાં તકલીફ થાય, થાક લાગે, ક્યારેક છીંકો આવે, નાકમાંથી પાણી આવે, ફેફસામાં કફ ચોંટી ગયો હોય તેવું લાગે, શ્ર્વસનમાર્ગમાં કફ ચોંટી જાય, એકદમ ઉધરસ આવે, ઉબકા થાય, નાકમાંથી લોહી પડે, અવાજ બદલાઇ જાય, હાથ-પગમાં સખત દુઃખાવો થાય, 101o થી 103o F જેટલો તાવ હોય, નાડી ઝડપી બને, નાકમાં સોજો જણાય.

     આ રોગમાં શરૂઆતમાં બેદરકારી દાખવવામાં આવે તો કફમાં લોહી પડે, સેપ્ટીસેમિયા થઈ જાય, કિડની અસરગ્રસ્ત બને, પેશાબમાં આલ્બ્યુમિન અને ક્ષાર જાય, દર્દી બકવાસ કરે અને ખેંચ આવે.

     મોટા ભાગે આ રોગ ગંભીર સ્વરૂપ પકડતો નથી પરંતુ સારવારમાં નિષ્કાળજી બતાવવામાં આવે તો હૃદયની તકલીફ થઈ શકે છે, ફેફસામાં પાણી ભરાઈ જઇ શકે છે 

સારવાર-

  1. ખૂબ ભીડમાં જવાનું ટાળવું.
  2. શરદીની શરૂઆતમાં જ સારવાર તરત જ લેવી.
  3. દર્દીને ખૂબ પાણી આપવું, સ્વાદિષ્ટ પચી જાય તેવો ખોરાક આપવો
  4. રોગચાળો ફાટ્યો હોય ત્યારે અસર ના પામેલ વ્યક્તિઓને ઈન્ફ્લ્યએન્ઝીયમ 30

. દર્દીના બાંધા અને લક્ષણો અનુસાર દવાઓ આપી શકાય છે.

બ્રોન્કાઈટીસ

શ્વસનતંત્રને ખોખલું થતા બચાવો

     સૂક્ષ્મ ચેપી જીવાણુઓ અથવા અસ્વીકાર્ય પદાર્થો ઉદ્ભવિત સ્થાનિક સોજાને તબીબશાસ્ત્રમાં ‘બ્રોન્કાઈટીસ ના નામે ઓળખવામાં આવે છે.ઠંડુ, ભેજવાળું,ધુમ્મસવાળું અને રજકણ મિશ્રિત વાતાવરણ આ સ્થિતિના નિર્માણ માટે જવાબદાર  છે.

     નાકના નસકોરાની સપાટી ચામડીના ચોક્કસ પ્રકારના પડથી ઢંકાયેલી હોય છે. આ ત્વચામાંથી ચીકણું પ્રવાહી ઝરે છે. નસકોરાની સપાટી પર વાળ આવેલા હોય છે. નસકોરા દ્વારા પ્રવેશેલી હવા વાળના સંસર્ગમાં આવે ત્યારે મોટા રજકણો અંદર પ્રવેશતા રોકાય છે, અને વાળના ઘર્ષણથી હવા સહેજ ગરમ ભેજયુક્ત થાય છે. સૂક્ષ્મ રજકણો અને જીવાણુઓ ચીકણા પ્રવાહીમાં ચોંટી જાય છે. શ્વસનતંત્રના રક્ષણ માટે કુદરતે નાકની પ્રાથમિક ગાળણ એકમના સ્વરૂપે રચના કરી છે. આદત કે અન્ય કારણોસર શ્વાસોશ્વાસ માટે નાકને બદલે મોંનો ઉપયોગ કરતા લોકોમાં બ્રોન્કાઈટીસ થવાનો ભય અધિક હોય છે.

     કેટલીક વ્યક્તિમાં ખાસ પદાર્થ તેના શ્વસનતંત્ર માટે પ્રતિકૂળ હોય ત્યારે બ્રોન્ક્ઈટીસના હુમલાનો શિકાર બને છે. આવી વ્યક્તિઓનો સમાવેશ એલર્જી બ્રોન્કાઈટીસ વર્ગ સમૂહમાં થાય છે. આંતરડામાં કૃમિની ઉપસ્થિતિ શ્વાસવાહિનીમાં હળવો ઉશ્કેરાટ સર્જીને બ્રોન્કાઈટીસના લક્ષણો દેખાડે છે.

     લક્ષણોઃ

     સોજો શ્વાસનળીના અગ્રભાગ સુધી સીમિત હોય ત્યારે કફ વિનાની ઉશ્કેરણીજનક ખાંસી આવે છે. છાતીના ઉપલા ભાગમાં અકળામણ થાય છે. જ્યારે ચેપ શ્વાસનળીમાં આગળ વધે ત્યારે સોજાને કારણે એ ભાગમાં દુઃખાવો થાય છે. શ્વાસનળી તેના નીચેના છેડે બે મુખ્ય શાખાઓમાં ફંટાય છે. તબીબી ભાષામાં તે બ્રોન્કસના નામે ઓળખાય છે. આ ભાગમાં ચેપ પ્રવેશ કરે ત્યારે તેની આંતરત્વચામાં સોજો આવે છે અને તેમાંથી ચીકણું પ્રવાહી (લીંટ) ઝરે છે. આ લીંટમાં રજકણો અને સૂક્ષ્મ જીવાણુઓ ચોંટી જાય છે. આવા પદાર્થોને બહાર ફેંકવાની ક્રિયા એટલે ખાંસી. આ સ્થિતિમાં છાતીમાં સખતાઈ, શ્વાસોશ્વાસમાં તકલીફ અને શ્વાસોશ્વાસ વખતે સીસોટી જેવો અવાજ સંભળાય છે. જ્યારે ચેપનો હુમલો તીવ્ર હોય ત્યારે શ્વાસ લેવામાં રૂંધામણ લાગે. ગળફાનું પ્રમાણ શરૂઆતમાં થોડું હોય છે.ચીકાશવાળો ગળફો બહાર કાઢવો મુશ્કેલ હોય છે. ક્યારેક આવા પરુ જેવા ચીકાશવાળા ગળફા લોહી મિશ્રિત હોય છે.એકાદ બે દિવસ પછી ગળફાનું પ્રમાણ વધે છે. જ્યારે ચેપ શ્વાસવાહિનીઓની નાની શાખામાં ફેલાય ત્યારે સાધારણ તાવ 99 ડિગ્રીથી 120 ડિગ્રી ફેરનહીટ સુધી રહે છે. જો ચેપ શ્વાસવાહિનીઓની અતિ સૂક્ષ્મ શાખાઓમાં પ્રવેશ કરે ત્યારે ફેફસાંઓના એકાદ ભાગમાં અસર પહોંચે છે.

     આ રોગ મટાડવા માટે હોમિયોપેથીમાં નીચે મુજબની અસરકારક ઔષધિઓ છે જે દર્દીએ પોતાના લક્ષણો અને બાંધા અનુસાર લેવી.

     એક્યુપંક્ચરમાં કેટલાંક પોઇન્ટને ચાંદીની સોયથી ઉત્તેજીત કરીને સારવાર કરવામાં
આવે છે. જેનાથી ફેફસાંની ચેતાઓ શક્તિશાળી બને છે અને લિવર (યકૃત)ની રોગ
પ્રતિકારક શક્તિ વધે તેવા પોઈન્ટ મારવામાં આવે છે. જેનાથી પણ એલર્જી પ્રકૃતિમાં
ફેરફાર થાય છે. આથી રોગ ઝડપથી અને કાયમી રીતે મટી શકે છે.

પથ્યાપથ્યઃ-

  1. દહીં, છાશ, દહીંની બનાવટ બિલકૂલ બંધ.
  2. ખાંડ અને ખાંડની બનાવટ બંધ અથવા ઓછી લેવી.
  3. મેંદો બંધ.
  4. આથો આવેલી વસ્તુઓ ખાવી નહીં.
  5. વાસી ખોરાક ખાવો નહીં.
  6. રાત્રે વહેલા જમી લેવું.
  7. જેમને વારંવાર ચેપી બ્રોન્કાઈટીસ (ઇન્ફેક્ટીવ બ્રોન્કાઈટીસ) થઈ જતો હોય તેમણે તેવા ઇન્ફેક્શન કે શરદીવાળા દર્દીથી દૂર રહેવું.
  8. પ્રાણાયમ નિયમિત કરવું. રોગ શરૂઆતના તબક્કામાં હોય ત્યારે ટેનિસ,બેડમિંટન, તરણ (સ્વિમિંગ) જેવી કસરતો નિયમિત રીતે કરવી.

માઈગ્રેન

આધાશીશી-લોહીની નસ ફૂલવાથી થતો માથાનો દુઃખાવો

     આધાશીશી એટલે માથાનો એક પ્રકારનો દુઃખાવો જે લાગણીશીલ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓમાં માનસિક તાણ કે હતાશા બાદ જોવા મળે છે. જેની સાથે આંખની જોવામાં તકલીફ કે ઉલ્ટી થવું વગેરે હોય છે.

     આ રોગ એવી વ્યક્તિઓમાં થાય છે જે કામકાજમાં ચોક્કસ હોય, ચિંતાવાળા સ્વભાવને કારણે માનસિક તણાવ અનુભવતા હોય કે કોઈ હતાશા કે નિરાશામાં ડૂબેલા હોય.

     આ વ્યાધિ થવાના કારણોમાં કેરોટીડ નામની રક્તવાહિનીમાં કે મગજના નીચેના ભાગમાં લોહીની કોશિકાઓમાં તકલીફ પેદા થવાથી તેની શરૂઆતમાં સંકોચન અને ત્યારબાદ ફૂલવાથી ચેતાતંત્રના છેડા ઉપર દર્દની અનુભૂતિ થાય છે જેની અસર નીચે સ્નાયુઓ સંકોચાતા આ દુઃખાવો લાંબો સમય ચાલુ રહે છે. તેમાં જોવા મળ્યું છે કે, એક જ કુટુંબના ઘણાં સભ્યોમાં એ એક સાથે જોવા મળે છે.

     લક્ષણોઃ

       મોટા ભાગે કિશોરાવસ્થામાં શરૂ થતા આ રોગમાં માનસિક તાણ પછીના શાંતિના સમયમાં દુઃખાવો થાય છે. શરૂઆતમાં આંખોમાં જાતજાતના રંગ દેખાવા લાગે, ધૂંધળાપણું આવી જાય, કાળા ટપકાં દેખાય, અંધારા આવે, કેટલીકવાર શરીરના અડધા અંગમાં ખાલી ચઢી જાય અને ત્યારબાદ અડધો કલાક કે કલાક બાદ માથાના એક ભાગમાં દુઃખાવો શરૂ થઈ અડધા માથામાં ફેલાઈ જાય. માથું સણકા મારે, હૃદયના ધબકારાની જેમ તાલ સાથે માથાનો દુઃખાવો થાય, દર્દી પ્રકાશ સહન ન કરી શકે. કોઈવાર ઉલ્ટી થાય, દર્દી ફિક્કો પડી જાય, પરસેવો થાય અને અશક્તિ જણાય. લાંબો સમય દુઃખાવો રહે તો સ્નાયુઓની શિથિલતા પણ જણાય. આ દુઃખાવો કલાકોથી માંડી દિવસો સુધી રહે. દર્દી અશક્ત થઈ અને થાકી જાય. કેટલીકવાર કાયમી આંખની બીમારી રહી જાય.

     એલોપથી તબીબોની દૃષ્ટિએ આધાશીશી અસાધ્ય છે પણ તે સદંતર ભૂલ ભરેલું છે. આ રોગ હવે મટી શકે છે. હોમિયોપેથી ચિકિત્સામાં દર્દીના બાંધા અને લક્ષણો અનુસાર દવા લેવાથી દર્દ હંમેશ માટે સંપૂર્ણપણે મટી શકે છે.

લ્યકોડર્મા

કોઢ ( સફેદ ડાઘ )

શરીરના દેખાવને હાનિ પહોંચાડતો અસાધ્ય ગણાતો સાધ્ય રોગ

      સમાજમાં વર્ષોથી અને આજે પણ કોઢના દર્દીઓ તરફ નફરત અને ઉપેક્ષાથી જોવાય છે. કોઢને એક સમયે દૈવી કોપ કે પૂર્વજન્મમાં કરેલા શુદ્ધ બ્રાહ્મણ કે સાચા ગુરુના અપમાનના ફળસ્વરૂપે થયેલ રોગ તરીકે જોતા હતાં અને આજ પણ કેટલાક ડૉક્ટરો તથા દર્દીઓ આ રોગને અસાધ્ય રોગ તરીકે જ જણાવે છે અને આથી મટી શકે એવો હોવા છતાં દર્દીઓ ગેરમાર્ગે દોરાઈ જાય છે. હોમિયોપેથિક દવાઓથી સફેદ કોઢ મટી શકે છે.

કોઢ એ એવો રોગ છે કે જે શરીરની આંતરિક ક્રિયાઓને કે જીવનની સામાન્ય ક્રિયાઓને અસર પહોંચાડતો ન હોવા છતાં દર્દીના બાહ્ય દેખાવને હાનિ પહોંચાડી કુરૂપ બનાવીને દર્દીને હતાશ અને નિરાશ બનાવી આત્મવિશ્વાસ વિહોણો બનાવી દે છે.

     સામાન્ય તબીબી ભાષામાં આ રોગ લ્યુકોડર્મા (Leucoderma  કે  Vitiligo) ના નામે ઓળખાય છે. આપણી ચામડીનો રંગ મેલેનીન નામના રંજકદ્રવ્યને (જે ચામડીને રંગીન બનાવે છે.) આભારી છે. જેનું કાર્ય શરીરને અલ્ટ્રાવાયોલેટ કિરણથી રક્ષણ આપવાનું છે. આથી જ જરૂરિયાત પ્રમાણે તડકામાં ફરનારનો રંગ ઘેરો હોય છે કે બને છે, જ્યારે સૂર્યપ્રકાશથી દૂર રહેનારનો રંગ ઉઘડે છે. આ મેલેનીન-મેલનોસાઈટ ટાયરોસીનની હાજરીમાં બને છે અને તેમાં મેલનોસાઈટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન અને એડ્રીનલ હોર્મોન ભાગ ભજવે છે.

     કોઢ એ ચામડીનો એવો રોગ છે કે જેમાં દૂધ જેવા સફેદ, સુંવાળા ડાઘ પડે છતાં તેની (ચામડીની) સામાન્ય ક્રિયાઓમાં કોઈ ફેરફાર ન થાય.

     આ રોગની શરૂઆત અને ચિહ્નની દૃષ્ટિએ જોતાં જે ભાગમાં કોઢ થવાનો હોય તે ભાગ શરૂઆતમાં કદાચ ઘેરો અને ત્યારબાદ તેમાં સફેદ દૂધ જેવા સુંવાળા, ગોળ અને નાના નાના ટપકાંના ડાઘ ઉઘડે ત્યારબાદ તે એક સરખી રીતે અવ્યવસ્થિતપણે મોટા થાય, આકારહીન ડાઘમાંના વાળનો રંગ પણ સફેદ થાય.

     આમ છતાં તે ભાગની ચામડીની ગુણવત્તામાં કોઈ ફેર ન પડે. ત્યાંથી નીકળતા સ્ત્રાવોમાં કોઈ ફેર પડતો નથી કે નથી પડતો ફેર તેના કાર્યમાં.

     ઉનાળામાં સફેદ અને ઘેરી ચામડીનો ભેદ સ્પષ્ટપણે વધુ પ્રમાણમાં દેખાઈ આવે છે. પરંતુ શિયાળામાં આમ બનતું નથી અને ડાઘનો રંગભેદ ઓછો દખાય છે.

     આ રોગનો વિકાસ ઘણો ધીમો અને વર્ષો લેતો હોવાથી કેટલીકવાર આ રોગ વધતો હોવા છતાં દર્દીને તેનો ખ્યાલ આવતો નથી.                

     આ રોગ થવાનું સ્પષ્ટ કારણ તબીબી દૃષ્ટિએ જાણમાં નથી. પરંતુ આ રોગમાં જોવા મળ્યું છે કેઃ
- આ રોગ હબસીઓમાં અને રંગીન પ્રજાઓમાં ઝડપથી અને એક કરતાં વધુ  જગ્યાએ ફેલાય છે અને તેમની ચામડી અંદર વધુ દેખાઈ આવતું હોવાથી એક પ્રકારની જુગુપ્સા પ્રેરે છે.
- જૂના શાસ્ત્રો આને વારસાગત માને છે, પણ તેમને સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.
-  આ રોગ ચેતાતંત્રના રોગ આધાશીશી, ન્યુરાઈટીસ વગેરે સાથે સંબંધ ધરાવે છે.
- મેલેરિયા,ટાઈફોઇડ, ઓરી, અછબડા, ઉંદરી વગેરે બાદ થયેલ જોવા મળે છે.
- વાગ્યા બાદ કે દાઝ્યા બાદ આ રોગની શરૂઆત જોવા મળે છે.  
- જૂના શાસ્ત્રો અનુસાર વિરૂદ્ધ આહાર જેવા કે દૂધ અને માછલી, દૂધ અને ડુંગળી વગેરે લેવાથી થાય છે તેમ મનાય છે.
- ખૂબ જમ્યા બાદ તુરત જ મૈથુન કરનારને આ રોગ થઈ શકે છે.

     હવે આ રોગ મટાડી શકાય છે અને તેની હોમિયોપેથિક સારવાર લક્ષણો પ્રમાણે દર્દીને આપી શકાય છે.

     આ દવાઓ સાથે વધારાની સારવાર તરીકે સક્સન પમ્પ દ્વારા ડાઘવાળી જગ્યાને લોહીનો ધસારો વધારીને, ગેલ્વેનિઝમ દ્વારા ડાઘવાળી જગ્યાએ ઈલેક્ટ્રોડ લગાડી 3 થી 5 મીલી. એમ્પિયરનો કરન્ટ આપીને કે હાઈફ્રીક્વન્સી કરન્ટ પસાર કરીને રોગ મટવાની ઝડપ વધારી શકાય અને ચુંબકીય ચિકિત્સાપદ્ધતિમાં તે સ્થાન ઉપર દક્ષિણ ધ્રુવ મૂકીને ઈલેક્ટ્રિકલ્સ મેગ્નેટ દ્વારા સારવાર લઈ શકાય છે.

     આયુર્વેદશાસ્ત્રોમાંના ઉલ્લેખોને આધારે આ રોગ વારસાગત છે. અનુભવ પ્રમાણે દહીં, છાશ વગેરે જેવી દુધની બનાવટો તથા આથો આવેલ ખોરાક, વાસી ખોરાકનો ત્યાગ કરનાર દર્દીને રોગ ઝડપથી મટે છે. સવારનો કૂણો સૂર્યપ્રકાશ સફેદ ડાઘવાળા ભાગ પર પડે તો પણ આ રોગ ઝડપથી મટે છે. દર્દીઓએ ખાટા ફળો તથા તીખા-ખાટા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.

     કાકતુંડી, કુવાડીયાના બીજ, લીંડીપીપર અને હરતાલ સમાન ભાગે લઈ બકરીના મૂત્રમાં લસોટી લેપ કરવાથી ઘણો જ ઝડપથી ફાયદો થાય છે.

     આથી જ દરેક કોઢના દર્દીએ સમજી લેવું જોઈએ કે એ માન્યતા ખોટી છે કે તેનો રોગ અસાધ્ય છે. આ રોગ સંપૂર્ણપણે સાધ્ય છે. પણ આ રોગ મટવાની ઝડપ ધીમી છે. તેથી દરેક દર્દીએ પોતાના ચિહ્ન સમજીને ઉપરની દવાઓ ધીરજથી લેવી. તેમને અવશ્યપણે ફાયદો થશે જ તેમ અમારું સ્પષ્ટ માનવું છે.

વેરીકોઝ વેઈન

સ્ત્રીઓને વધુ પ્રમાણમાં સતાવતો પગની નસ ફૂલવાનો રોગ

     નવા યુગે આપણને ઘણી બધી નવી ચીજો આપી જેનાથી કામકાજમાં સરળતા અને સલામતી વધી છે.પરંતુ આપણે આધુનિકતા એટલે શું એવું ક્યારેય વિચાર્યું નથી. યુરોપ, અમેરિકાના દેશોમાં સંશોધન થાય છે, તેનું આંધળુ અનુકરણ કરીએ છીએ. તેમાં તેમના સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિ અનુસાર જે વસ્તુ ત્યાં યોગ્ય હોય તે આપણે ત્યાં અયોગ્ય હોવા છતાં આપણી સ્ત્રી તથા પુરુષો તેને અનુસરે છે.

     તેમાં કપડાંથી માંડી ખાવા-પીવા, રસોડાની વ્યવસ્થા, ઑફિસ વગેરેમાં તેમનું શીખવાડેલું શીખીએ છીએ. જ્યારે અમેરિકનો કહે છે કે, આ ખોટું છે ત્યારે તેમની જેમ છોડીએ છોએ. ( આવું દવાઓની બાબતમાં વારંવાર બને છે. તે નવી દવા શોધે ત્યારે આપણે તેમની પાછળ વાપરીએ છીએ. તેની આડઅસરને કારણે તેઓ બંધ કરે ત્યારે વર્ષો પછી આપણે પણ બંધ કરીએ છીએ.) આપણા આયુર્વેદ ગ્રંથો કે ઈતિહાસમાં વર્ષોથી ક્યાંય ઊભા રસોડા (સ્ટેન્ડિંગ કિચન) વિશે ઉલ્લેખ નથી પરંતુ અમેરિકા, ઈંગ્લેન્ડ તથા યુરોપીય દેશો માટે તૈયાર ખોરાકને ઝડપથી પીરસવા (સર્વ કરવા) માટે અનુકૂળતાની દૃષ્ટિએ સ્ટેન્ડિંગ કિચન યોગ્ય હતા તેથી ત્યાં તેનો ઉપયોગ થવા લાગ્યો. વિદેશમાં મોટા ભાગની મહિલાઓ વ્યવસાયી હોય છે તેથી તેમને ત્યાં લગભગ તૈયાર ખોરાક હોય છે જે ફક્ત ગરમ કરવાનો હોય છે, તેમને રસોડામાં ઊભા રહીને રોટલી વણવાની નથી હોતી કે કલાકો સુધી વિવિધ રસોઈ બનાવવાની નથી હોતી. આથી ફક્ત નાના કામ માટે ઊઠબેસ ન કરવી પડે તેથી ત્યાં ઊભા રસોડા પ્રચલિત બન્યા.

     પરંતુ આપણી સ્ત્રીઓમાં આધુનિક ગણાવા માટે આજથી ત્રીસેક વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કિચનનું ગાંડપણ આવ્યું અને બધા જ ઘરમાં ઊભા રહીને રસોઈ કરવાની ગોઠવણ અનિવાર્ય ગણાવા લાગી. આનું પરિણામ હાલ પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓમાં જોવા મળે છે. જે અસાધ્ય ગણાતા એવા રોગ વેરીકોઝ વેઈનનો ભોગ બની રહી છે.

     આ તકલીફ ઉદ્ભવવાના મુખ્ય કારણોમાં વારસાગત - શીરા (લોહીની નસ) વાલ્વની અશક્તિ છે જે તેની સ્થિતિસ્થાપક્તા પર અસર પહોંચાડે છે. વેરીકોઝ વેઈન એટલે પગની શીરા (નસો) કે જે લોહી પાછું હૃદયમાં લઈ જાય છે તેનું ફૂલી જવું.

     કુદરતે આપણા શરીરમાં લોહી પાછું લઈ જતી નસો (શીરાઓ)માં આંતરિક વાલ્વની રચના કરી છે જે હૃદય તરફ જતા લોહીને પાછું જવા દેતું નથી. પરંતુ સ્ત્રીઓ કે પુરુષોની વધારે પડી ઊભા રહેવાની ટેવથી તે લોહી ગુરુત્વાકર્ષણને લીધે પગ તરફ જવા દબાણ કરે છે. આથી અશક્ત વાલ્વ ઉપર તેનાથી ખામી પેદા થાય છે.

     વેરીકોઝ વેઈન એ ધીમે ધીમે દેખાતો રોગ છે. તેથી તેના લક્ષણો તીવ્ર હોતા નથી. પરંતુ ધીરે ધીરે વિકાસ પામે છે. શરૂઆતમાં દર્દીને વધારે થાક લાગે, ગોટલાં ચઢી જાય, પગમાં ખૂબ કળતર થાય, જાંબલી રંગની લોહીની નસ ફૂલી જાય ત્યાં તીણો દુઃખાવો ઉપડે, બપોર પછી સાંજના ભાગમાં ઘૂંટણ આગળ સોજો લાગે. જે પગ કે જે ભાગમાં લોહીની નસ ફૂલી ગઈ હોય તેમાં ખંજવાળ આવી શકે, રાત્રે પગમાં કળતર થાય. આ લોહીની નસ ફૂલવાનો રોગ તીવ્ર બનતા તે ભાગમાં ખરજવું થઈ શકે, ચાંદા પડે, ચાલતા પણ કળતર થાય તેવું બની શકે.

     આવી કરુણ પરિસ્થિતિમાંથી બચવા માટે સ્ત્રીઓએ હવે જાગૃત બની પશ્ચિમની ઝડપના અનુકરણરૂપે આવેલ ઊભા રસોડા (સ્ટેન્ડિંગ કિચન)માં ઝડપથી વસ્તુઓ બનાવવી. બાકી હિન્દુસ્તાનની રસોઈ બનાવવામાં લાંબો સમય લાગતો હોવાથી તે બેસીને જ બનાવવી.

     આ માટે હોમિયોપેથી ઔષધી વગર ઓપરેશને વેરીકોઝ વેઈન મટાડવા સક્ષમ ગણાય છે.

     જો આ રોગના લક્ષણો શરૂ થઈ ગયા હોય તો સ્ત્રીએ સૂતી વખતે પગ ઓશીકા ઉપર ઊંચા રાખી સૂવું. સતત લાંબો સમય ઊભા રહેવું કે પગ લટકાવીને બેસવાનું બંધ કરવું. થોડું કામ કર્યા પછી પગ ઊંચા રહે તેમ આરામ કરવો. જેનાથી લોહીની નસમાં ભરાયેલ લોહી હૃદય પર સહેલાઈથી ગતિ કરશે.

 સર્વાઈકલ ઈરોઝન

ગર્ભાશયના મુખની ચાંદી –85 % સ્ત્રીઓને સતાવતો કેન્સરનો ભ્રમ પેદા કરતો રોગ

     મોટા ભાગની સ્ત્રીઓને તેમની જીંદગીના કોઈ એક તબક્કામાં ગર્ભાશયની કોઈ ને કોઈ સમસ્યામાંથી પસાર થવું પડે છે. એવી એક સમસ્યા છે ગર્ભાશયના મુખની ચાંદી. ઘણી બધી સ્ત્રીઓ એનો ભોગ બનેલી હોય છે.    

     આ બીમારીમાં મોટા ભાગે ખૂબ તીવ્ર લક્ષણો નથી હોતા જેથી કેટલીક વાર સ્ત્રી બેદરકાર બને છે. પરંતુ ક્યારેક તેની સાથે ઘણી ગંભીર સમસ્યાઓ જોડાયેલી હોય છે. તબીબી ભાષામાં ગર્ભાશયના મુખની ચાંદીને સર્વાઈકલ ઈરોઝન તરીકે
ઓળખવામાં આવે છે.

     તબીબી દૃષ્ટિએ 85 ટકા સ્ત્રીઓ સર્વાઈકલ ઈરોઝનનો ભોગ બનેલી હોય છે, ભલે પરિણિત હોય કે અપરિણિત.

     કાયમી ચેપ સાથે સંકળાયેલ ચાંદીમાં સફેદ સ્ત્રાવ એટલે કે પરુ નીકળે છે અને ઝીણો તાવ રહે છે. તેમાં શરીરમાં થોડી થોડી ગરમી નીકળી હોય તેવું લાગે. સફેદ પાણી પડે તે માસિક પહેલાં કે પછી વધી જાય છે. દર્દીનો ચેપ પેશાબની કોથળી સુધી ફેલાયેલો હોય તો તેને વારંવાર પેશાબ કરવા જવું પડે, ક્યારેક પેશાબ કરતા બળતરા કે દુઃખાવો થાય કે તકલીફ પડે, માસિક વધારે પડતું આવે, માસિક પહેલાં પણ દુઃખાવો થાય.

     ગર્ભાશયના મુખની ચાંદીના દર્દીની કાયમી અશક્તિની ફરિયાદ હોય છે. અશક્તિના કારણે શરીરના દુઃખાવાની, આળસની વગ઼ેરે ફરિયાદ કરે છે. ક્યારેક આ તકલીફ સંધિવા (રહ્યુમેટોઈડ આર્થ્રાઈટીસ) સાથે સંકળાયેલી જોવા મળે છે.

     તબીબી તપાસમાં ગર્ભાશયની ચાંદી સ્પષ્ટ જોઈ શકાય છે. ક્યારેક તે ગર્ભાશયના કેન્સર તરીકે ખોટી રીતે નિદાન પામી શકે છે પરંતુ ગર્ભાશયના મુખના કેન્સરમાં તપાસ દરમ્યાન તુરંત લોહી નીકળવા લાગે છે. તે ભાગને કોઈપણ સ્પર્શ થતા લોહી નીકળે છે. પેથોલોજિકલ લેબોરેટરીમાં તે ભાગની બાયોપ્સી તપાસ કરી ચોક્કસ નિદાન પર આવી શકાય છે.

     ગર્ભાશયની ચાંદી માટે સામાન્ય રીતે સ્ત્રીરોગના નિષ્ણાત તેને બાળવાની સલાહ આપે છે, જેને કોટરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર ચાંદી બાળવા છતાં તેમાં કાયમી રાહત ન થાય તો તે ભાગ કાઢી નાંખવાની સલાહ અપાય છે. પરંતુ આ રોગ મટાડવા માટે હોમિયોપેથીમાં દવાઓ છે. જે દર્દીના બાંધા અને લક્ષણોને અનુરુપ આપવાથી ચેક્કસ ફાયદો થાય છે અને વારંવાર ચાંદી બળાવવાની કે  ઓપરેશન કરાવવાની જરૂર રહેતી નથી.

પથ્યાપથ્યઃ-

  • ખાટા, તીખા પદાર્થોનો ત્યાગ કરવો.
  • ઉજાગરા ના કરવા.
  • માનસિક તાણ-તણાવ-ચિંતામાંથી દૂર રહેવું
  • અતિમૈથુનથી દૂર રહેવું.
  • સર્વાંગાસન કરવું.

સીઝોફ્રેનિયા

ગાંડપણ-ઉન્માદનો કાયમી ઈલાજ

     તબીબી ભાષામાં ગાંડપણને મળતી આવતી બીમારીને સીઝોફ્રેનિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દી જ્યારે રોગગ્રસ્ત બને છે ત્યારે તેની સાથે સગાંવહાલાં માટે પણ તે સમસ્યારૂપ બની જાય છે. દર્દી કેટલીકવાર પોતાના રોગથી સંપૂર્ણપણે અજાણ હોય તેવું બને છે.

     તબીબી સંશોધકોના મતે આ બીમારીનું કોઈ ચોક્કસ કારણ નથી પરંતુ તેને ચોક્કસ બનાવો સાથે સંબંધ છે તેમ ચોક્કસપણે જણાવી શકાય. જેમાં તીવ્ર માનસિક આઘાત, ધંધાકીય કે આર્થિક પછડાટ, કોઈ નજીકના આપ્તજનનું એકાએક મૃત્યુ, પ્રેમમાં નિષ્ફળતા, (યુવાનોમાં મુખ્યત્વે આ જોવા મળે છે) દામ્પત્યજીવનમાં પરસ્પર ખરી કે ખોટી શંકા જેવા કારણોને લીધે મન ઉપર અસર થાય છે અને ધીરે ધીરે તે પાગલપણાનું (સિઝોફ્રેનિયા) રૂપ પકડે છે. નબળા બાંધાના શરમાળ, છાબોલી વ્યક્તિને આવી બીમારી થવાની શક્યતા વધારે રહે છે. રોગની શરૂઆત ધીરે ધીરે થાય, ઓછાબોલી શરમાળ વ્યક્તિ ધીમે ધીમે વધુ શરમાળ અને ઓછાબોલી થઈ
જાય.

     આવી વ્યક્તિ સમાજમાં ભળવાનું ટાળી એકલા રહેવાનું પસંદ કરી બીજા સાથે મળવાનું, બોલવાનું ઓછું કરી દે છે. દર્દી અસંગત, નિરસ, તરંગી બની જાય છે. તેને આનંદ કે દુઃખના પ્રસંગથી કોઈ ફેર પડતો નથી અને તેના ચહેરાના હાવભાવ કોઈ પણ પ્રસંગે સ્થિર રહે છે. દર્દીનું વ્યક્તિત્વ જિંદગીની વાસ્તવિકતાથી અલગ પડી જાય છે અને ધોળા દિવસે તરંગી બની તારા ગણવા લાગી જાય છે.

     આજુબાજુની વ્યકતિ અથવા વાતાવરણમાંથી રસ ઊઠી જાય છે. આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રની ચર્ચા કરવા લાગી જાય છે. તેની તકલીફ અંગે પૂછતાં તે કુટુંબીજનો દ્વારા થતી તેની ઉપેક્ષાની વાત કરે. ભૂતકાળમાં ખોવાઈને એક વિષયની વાત કરતા અચાનક બીજા વિષયની વાત પર ચઢી જાય. તેની ખોટી માન્યતા તર્ક કે સમજાવટથી દૂર ન થાય. કારણ વગર ઓચિંતા હસ્યા કરે કે રડ્યા કરે. ઘરમાં કે પેસેજમાં આંટા મારે કે અચાનક સ્થિર થઈ જાય.                    

     પોતાના શરીરના જુદા જુદા ભાગોના રોગોની કલ્પના કરી તેનું જ ધ્યાન રાખે. પોતાને મોટી બીમારી છે, બધા તેની ઈર્ષા કરે છે, વાતો કરે છે, તેની વિરુદ્ધ છે, તેવું અનુભવ્યા કરે, તેના ખોરાકમાં કોઈ ઝેર ભેળવશે તેવો ભય લાગે, માનસિક અસલામતીનો અનુભવ કરે, તબીબો ઉપર પણ શંકા કરે. ક્યારેક બધાં કપડાં કાઢી નાંખી બિભત્સ ચેનચાળા કરે. નિષ્ફળ લગ્નજીવનવાળો કે પ્રણયભંગ પામેલ દર્દી પત્ની કે પ્રિયતમાને (સ્ત્રીઓને) ગાળો દીધા કરે. પોતાની જાતને તત્વજ્ઞાની કે વૈજ્ઞાનિક સમજી તે અંગે ચર્ચા કે વાતો કરે.

     આ રોગના દર્દીને સમજી અને યોગ્ય સારવાર આપવાથી તે કાયમ માટે સાજા થઈ ફરી ઉત્તમ જીવન જીવી શકે છે. આ રોગ માટે અપાતી આધુનિક દવાઓ મોટા ભાગે દર્દીને ઘેનમાં રાખે છે અને શારીરિક તથા માનસિક રીતે તોડી નાંખે છે. પરંતુ રોગને કે દર્દીના મૂળભૂત વિચારને બદલી શકતી નથી. તેની સામે હોમિયોપેથી સારવાર દર્દીના વિચાર બદલે છે, સ્વભાવ બદલે છે અને રોગીને કાયમ માટે રોગમુક્ત બનાવે છે. માટે દર્દીના સગાંવહાલાં જો અંગ્રેજોએ આપેલ સારવાર પદ્ધતિ જે ખૂબ આડઅસર ધરાવે
છે તેના બદલે હોમિયોપેથીક સારવાર ચાલુ કરે તો દર્દી દયનીય સ્થિતિમાંથી ઉગરી જાય છે.

     આ માટે હોમિયોપેથીમાં દર્દીના રોગના લક્ષણો અને બાંધાને અનુસરીને દવાઓ લઈ શકાય.      

  1. આ રોગના દર્દીઓને સવાસન કરાવવું.
  2. તેને માનસિક હૂંફ અને સાંત્વન આપવું.
  3. થોડું પણ સારું કામ કરે ત્યારે તેને પ્રોત્સાહન આપી બીજા માણસો આગળ વખાણ કરવા.
  4. તેનો સામાજિક માન મોભો છે અને તેનું સમાજમાં માન-સન્માન છે તેવું વર્તણૂંક દ્વારા ઠસાવવું.

     પરિણામે દર્દીને જિંદગીમાં રસ પડશે. હોમિયોપેથિક દવાથી રોગ કાયમી રીતે મટશે. વધારાની સારવાર રૂપે જરૂર પડે હિપ્નોસીસ, એક્યુપંક્ચર જેવી ચિકિત્સા પદ્ધતિઓની મદદ લઈ શકાય,. જેનાથી દર્દીની ચેતના શક્તિ ઉત્તેજિત કરી દર્દીને કામગરો, આનંદી બનાવી શકાય છે.

સીસ્ટાઈટીસ

મૂત્રાશયના ચેપ-સોજાનો રોગ

     કિડનીનું કાર્ય લોહી શુદ્ધ કરી ઉત્સર્ગ દ્રવ્ય પેદા કરવાનું છે જેને આપણે મૂત્ર કહીએ છીએ. આ તૈયાર થયેલ મૂત્રને ભેગું કરી આશ્રય આપનાર અંગને મૂત્રાશય(પેશાબની કોથળી) તરીકે ઓળખવામાં આવે છે. જેને અંગ્રેજીમાં બ્લેડર (Bladder) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ચેપ લાગવાથી કે આંતરિક અવ્યવસ્થાને અનુસરીને સોજો આવે છે. તેને તબીબી ભાષામાં સીસ્ટાઈટીસ (Cystitis) તરીકે ઓળખવામાં આવે છે.

     મૂત્રાશયના સોજાનું પ્રમાણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ જોવા મળે છે.

     મૂત્રાશયમાં સોજો કે ચેપ લાગવા માટે કેટલાંક બીજાં કારણો જવાબદાર જણાય છે, જેમાં પ્રસુતિ કે કરોડરજ્જુમાં ઈજા, મૂત્રાશયમાર્ગમાં પેદા થયેલી ખામી, પ્રોસ્ટેટગ્રંથી વધવાથી પેદા થયેલ અડચણ વગેરે ભાગ ભજવે છે.

     મૂત્રાશયમાં રહેલ પથરી મૂત્રાશયમાં અને કિડનીમાં ચેપ લગાડવા માટે જવાબદાર ગણી શકાય. વિટામીન ‘એ’ ની ઉણપ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ પણ પેશાબની કોથળી (મૂત્રાશય)માં ચેપ લાગવાની સંભાવના વધારે છે.

     મૂત્રાશયનાચેપ (સોજા)માં નીચે મુજબનાં લક્ષણો પેદા થાય છેઃ

     -દર્દીને દિવસે કે રાત્રે વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય, તે દરેક કલાકે થોડી થોડી મિનિટો દરમ્યાન થઈ શકે.

     -કેટલીકવાર થોડો પણ પેશાબ ન થાય છતાં પેશાબ કરવાની ઈચ્છા થયા કરે. આને કારણે અનિદ્રાનો ભોગ બને.

     આ તકલીફમાં દુઃખાવો, થોડો કે વધુ સોજા કે ચેપના પ્રકાર- પ્રમાણ અને મૂત્રાશયના કયા ભાગ પર છે તેની ઉપર આધાર રાખે છે. તેના કારણે જુદા જુદા ભાગો પર દુઃખાવો થઈ શકે છે. પેશાબની સાથે થોડા ટીંપા લોહીના જાય છે જે શરૂઆતમાં કે અંતમાં કેટલીકવાર પેશાબને લાલ રંગનો બનાવે છે.

     મૂત્રાશય (બ્લેડર)ના ચેપમાં હંમેશા પરુ હાજર હોઈ શકે છે. તે મોટા ભાગે પાછળના પેશાબને વધુ ધૂંધળો (ક્લાઉડી) બનાવે છે.

     દર્દી માટે હોમિયોપેથી તથા એક્યુપંક્ચર સારવાર ઉત્તમ રહે છે. આ સારવાર મૂત્રાશયના ચેપ થવા માટે જવાબદાર મૂળ રોગો જેવા કે પ્રોસ્ટેટનો સોજો, પથરી, મૂત્રમાર્ગનો અવરોધ વગેરે મટાડે તથા રોગ પ્રતિકારક શક્તિની ઉણપ દૂર કરે છે.

     પગમાં આવેલ કેટલાંક બિંદુઓ ઉપર સોય મારીને કે દબાણ આપીને મૂત્રાશયની શક્તિઓ પાછી મેળવી શકાય છે તથા ચીનના શાસ્ત્ર પ્રમાણે ઉત્સર્જનતંત્ર પુનઃ શક્તિશાળી બની જાય છે અને રોગ મટવાની ઝડપ વધારે છે.

સ્ટરીલીટી

વ્યંધત્વ : સંસારના બીજા દુઃખનો શ્રાપ

     સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે, નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના બાળક પેદા કરવાની હોય છે. ભલે તે નિશ્ચિત ઉંમરે કુંવારી હોય તો પણ બાળકની એષણા રાખે છે.

     જ્યારે દરેક પુરુષ પોતાના વારસદાર તરીકે અને પિતૃતર્પણ કરે એવા બાળકની ઝંખના રાખે છે. ઘણી ધાર્મિક વિધિઓમાં પણ બાળક હોવું જરૂરી હોય છે ત્યારે નિઃસંતાન દંપતિ દુઃખ અનુભવે છે.

     તબીબી દૃષ્ટિએ જોઈએ તો પુરુષ કે સ્ત્રીની ખામીઓ સરખા પ્રમાણમાં હોય છે. જ્યારે 20 ટકા કેસમાં કોઈ પણ ખામી વગર દંપતિઓ નિઃસંતાનપણું ભોગવતા હોય છે.

     તબીબી દૃષ્ટિએ વ્યંધત્વ માટે સ્ત્રી તથા પુરુષોની ખામી સરખા પ્રમાણમાં જોવા મળી છે માટે વ્યંધત્વ માટે ફક્ત સ્ત્રીને જ જવાબદાર માનવી તે ભૂલ ભરેલું છે. વૈજ્ઞાનિક પરીક્ષણો, તપાસથી પુરુષ કે સ્ત્રીની ખામી / તકલીફ શોધી સારવાર કરવાથી વ્યંધત્વ દૂર કરી શકાય છે.

     જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને અનુભવ પ્રમાણે સંતાનસુખ માટે કુંડળીમાં પાંચમું સ્થાન, તે સ્થાનનો અધિપતિ, તે સ્થાન સાથે ગુરુનો સંબંધ કે દૃષ્ટિ અને ગુરુની સ્થિતિ પરથી વિચાર કરી શકાય.

પુરુષની ખામીઓ :

  1. પૌરુષગ્રંથીનો અપૂરતો વિકાસ.
  2. શુક્રાણુઓ પેદા ન થતા હોય.
  3. થતા હોય તો અશક્ત હોય કે પૂરા વિકાસ પામેલા ન હોય.
  4. શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય કે તેમની સ્ત્રીબીજ તરફ જવા માટેની જરૂરી
  5. ગતિશીલતા ન હોય.
  6. વીર્યના સ્ત્રાવ સાથે શુક્રાણુને બહાર લાવતી નળી બંધ હોય.
  7. અંતઃસ્ત્રાવની (હોર્મોન) ઉણપથી પુરુષત્વ ખામી ભરેલ હોય.
  8. અન્ય રોગો, ગોનોરીયા-મૂત્રનળીના રોગોને કારણે શુક્રાણુ નાશ પામતા હોય.

સ્ત્રીની ખામીઓ :

  1. જનનાંગોનો અપૂરતો વિકાસ, ગર્ભાશયનો વિકાસ ન થયેલ હોય, સ્નાયુઓમાં ખામી હોય કે વચ્ચે પડદો હોય.
  2. અંડાશયમાંથી અંડબીજ લાવતી નળી બંધ હોય
  3. સ્ત્રીબીજ સાથે શુક્રાણુઓના સંયોજન બાદ ગર્ભ પેદા થયા બાદ તેનું રોપણ ગર્ભાશયની દીવાલ સાથે ન થવાથી આગળનો વિકાસ અટકે.
  4. ગર્ભાશયના મુખની ખામી કે ગર્ભની ખામીને કારણે ગર્ભ પડી જઈ, કસુવાવડ થઈ જાય છે.
  5. ગરમીને કારણે કે રોગને કારણે જેવા કે મેલેરિયા, ટાઈફોઈડ, આંતરડાનો સોજો વગેરેથી ગર્ભ પડી જાય.

સારવાર :

     પુરુષની ગ્રંથીના વિકાસ કે શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા વધારવા હોમિયોપેથિક દવાઓ સંપૂર્ણપણે ઝડપી અસરકારક રહી છે.   .

     આમ જ્યાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ નિષ્ફળ જાય છે અને નિઃસંતાન દંપતિઓ નિરાશ થઈ જાય છે ત્યારે હોમિયોપેથી, એક્યુપંક્ચર તેમને મદદરૂપ થાય છે.

     જ્યોતિષશાસ્ત્રમાં સંતાન પેદા કરવા માટે અડચણરૂપ થતા ગ્રહ શોધી તેનું નંગ પહેરી તેને અનુસરી પુણ્યદાન કરતા બાળક ઉત્પન્ન થઈ શકે છે.

સ્ટેમરિંગ

તોતડાપણું......વિકાસ રૂંધતો વાચાનો રોગ

     અ.....આ..... જે.....મમમ..... મારે.....બ.....તતતત.....તાવ.....વા આવવું છે, તો ક્યારે..... અઅઆવું. બોલવાની આ સમસ્યાને સામાન્ય માણસો તોતડાપણું તરીકે અને તબીબો સ્ટેમરિંગ (Stammering) તરીકે ઓળખે છે.

     આપણા વડવાઓએ દેખાવ અને બુદ્ધિ કરતા માણસના બોલચાલની કિંમત લાખ ગણી આંકી છે. કોઈ પણ ક્ષેત્રમાં હોંશિયાર, જ્ઞાની, બુદ્ધિશાળી વ્યક્તિ માટે પોતાનું જ્ઞાન વ્યક્ત કરવા માટે સ્પષ્ટ વાચા જરૂરી છે.

     તોતડાપણાનો ભોગ બનેલ વ્યક્તિ જ્ઞાની હોવા છતાં પોતે વારંવાર વાચાની ખામીના કારણે પાછળ પડી જાય. મૌખિક પરીક્ષા, નોકરીનાં ઈન્ટરવ્યુમાં નિષ્ફળતાની સંભાવના વધી જાય છે. તોતડી વ્યક્તિ ક્યારેય જાહેર ક્ષેત્રે નેતૃત્વ લઈ નેતા બની શકતી નથી. તે ધીરે ધીરે લઘુતાગ્રંથીથી પીડાય છે. આત્મવિશ્ર્વાસ ગુમાવી દે છે, ક્યારેક સતત નિષ્ફળતા મળતા શરમ, દુઃખ અનુભવે છે અને ઉશ્કેરાટ અને હતાશાનો ભોગ બને છે.

     દુનિયાના દરેક સમાજમાં 1 ટકા વ્યક્તિઓ તોતડાપણાનો ભોગ બનેલી હોય છે, જેમાં 80 ટકા જેટલા પુરુષો હોય છે.

     3 થી 6 વર્ષની ઉંમરના વિકાસ ગાળામાં આ રોગની શરૂઆત થાય છે અને 13 થી 20 વર્ષની ઉંમરના ગાળામાં તીવ્રતમ લક્ષણો બતાવે છે. ક્યારેક માંદગીને કારણે મોટી ઉંમરના માણસો આ તકલીફનો ભોગ બને છે.

     માનસિક તાણ, વધારે પડતી સજાગતાથી કેટલીક વ્યક્તિઓ બોલવામાં થોથવાટ અનુભવે કે તોતડાઈ જાય છે. ઘણીવાર દૂરદર્શનના વાચકો ક્યારેક અચાનક સજાગ થઈ જાય ત્યારે તોતડાઈ જતા જોવા મળે છે.

     આપણી વાચા મનની વિચારશક્તિ સાથે જોડાયેલ હોય છે. તેને કારણે શાંત, સ્થિર, જાણીતા વાતાવરણમાં બોલવાની ઝડપ, અવાજનો ઉતાર ચઢાવ સારો હોય છે જ્યારે અજાણ્યા વાતાવરણમાં ગુસ્સો, ઉશ્કેરાટ, ચિંતા, ભય હેઠળ વાચાને લગતી તકલીફથી તોતડાપણું વધે છે અને બોલવામાં ખામી પેદા sથાય છે.

     તોતડાતી વ્યક્તિ પોતાનાથી નાના, નીચા માણસો જોડે સહેલાઈથી વાત કરે છે પરંતુ અજાણ્યા કે ઉપરી અધિકારી સામે તોતડાય છે.

     વાચા પેદા કરવા માટે (બોલવા માટે) માનસિક અને શારીરિક ક્રિયાનો તાલમેલ જરૂરી છે. મગજના સેરેબ્રમ તરીકે ઓળખાતા ભાગમાં યાદશક્તિ, બુદ્ધિને આધારે શબ્દોનું અર્થઘટન થાય છે, જેને આધારે સ્વરતંત્ર કાર્યરત બને
છે. જેમાં ફેફસાંની હવા જરૂરિયાત મુજબ બહાર ધકેલાય છે. સ્વરપેટી, ગળું, દાંત, જીભ વગેરે મગજના સંદેશા અનુસાર ચોક્કસ પ્રકારે ગોઠવાઈને ચોક્કસ અવાજ, ઉચ્ચાર પેદા કરે છે.

     આમ, વાચા-ઉચ્ચાર, અવાજ, બુદ્ધિ (મનોશક્તિ), જ્ઞાનતંતુ અને સ્નાયુઓ દ્વારા પેદા થાય છે. જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ ઉપર ઓછો કાબૂ ધરાવતા બાળકો બોલવામાં તોતડાપણું અને લખવામાં ધીમાપણું અને અસ્પષ્ટતા અનુભવે છે.

     જેમના કુટુંબમાં એક મોટી વ્યક્તિ તોતડાતી હોય તેમના બાળકો તેમનું અનુસરણ કરવાની બાળસહજ પ્રકૃતિને કારણે તોતડાપણાનો ભોગ બને છે.

     કુદરતી રીતે આપણા શરીરમાં જમણા હાથે કામ કરનારનું વાચા ઉપર કાબૂ રાખનાર કેન્દ્ર મગજના ડાબા અર્ધગોળાર્ધમાં વિકસે છે અને ડાબોડી માણસનું વાચા કેન્દ્ર જમણી બાજુ નાનપણમાં વિકાસ પામે છે. દરમ્યાન ડાબા હાથે કામ કરનાર બાળકને સતત ટોક ટોક કરવાથી માનસિક દબાણથી તેના વાચા કેન્દ્રના વિકાસમાં તથા આંતરિક ત઼ાલ઼મેલમાં ખામી પેદા દાય છે. આથી ખૂબ તીવ્ર બુદ્ધિ ધરાવતા બાળકો કારણ વિના જ તોતડાપણાનો ભોગ બને છે.

  1. મોટા ભાગે તોતડાપણું ચોક્કસ શબ્દો સાથે સંકળાયેલું હોય છે, જે- લ,ર,સ,ળ, ટ, જેવા મૂળાક્ષરોની અદલાબદલી કે પુનરોચ્ચારથી તોતડાપણું પેદા થાય છે. તેથી સ્પીચથેરાપિસ્ટ પાસે સતત પ્રેક્ટિસ કરાવવાથી તેમાં સુધારો
    થાય છે.
  2. તોતડાપણામાં માનસિક પરિબળો ભાગ ભજવતાં હોવાથી હિપ્નોટીઝમ દ્વારા મગજના વિચારો, સંદેશાઓને જ્ઞાનતંતુઓ દ્વારા સ્નાયુઓ સુધી પહોંચાડવામાં તાલમેલ વધે છે, અને તોતડાપણું દૂર થાય છે.

એક્યુપંક્ચર ચિકિત્સાથી જ્ઞાનતંતુઓ તથા સ્નાયુઓ શક્તિશાળી બને છે.

     હોમિયોપેથીમાં તોતડાપણું મટાડવા માટે અસરકારક દવાઓ છે. જે દર્દીના બાંધા અને લક્ષણો પ્રમાણે લેવી.

હાઈ બ્લડ-પ્રેશર

ઉચ્ચ રક્તચાપ -વધતી ઉંમરનો સર્વસામાન્ય રોગ

     હાઈ બ્લડ- પ્રેશર શરૂઆતના તબક્કામાં લક્ષણ ન બતાવતો રોગ છે. ક્યારેક તબીબી તપાસ દરમ્યાન કે કોઈ બીજા રોગની તપાસ દરમ્યાન તેની જાણ થાય છે.

     અઢારથી ચાલીશ વર્ષની વય સુધી તંદુરસ્ત વ્યક્તિનું લોહીનું દબાણ 120-80 મી.મી હોય છે. લોહીનું દબાણ તે હૃદયમાં સંકોચન અને વિસ્તાર વખતે પેદા થતું દબાણ છે. હૃદય સંકોચાય ત્યારે પેદા થતા દબાણને તબીબી ભાષામાં સિસ્ટોલીક દબાણ અને જ્યારે પહોળું થાય ત્યારે રહેલા દબાણને ડાયસ્ટોલીક દબાણ કહે છે.

     જન્મ સમયે બાળકનું બ્લડ-પ્રેશર 35 થી 40 ક્યુ. સે. હોય છે.બાળપણમાં 90 થી 50 મી.મી. હોય છે. પુખ્તવયે 120-80 મી.મી હોય છે. જેમ ઉંમર વધતી જાય તેમ ધમનીની સ્થિતિસ્થાપકતા ઘટતી જાય તેને કારણે હૃદયને વધારે જોર કરવું પડે અને લોહીનું દબાણ વધે છે. આ રોગ 40 થી 60 વર્ષની ઉંમરે દેખા દે છે.

     નાની ઉંમરે બી.પી. વધારે જણાય તો કિડનીમાં કે અંતઃસ્ત્રાવોમાં કોઈ ખામી હોવાની શક્યતા હોય છે. આ રોગના કેટલાંક દર્દીઓમાં જે લક્ષણ પેદા થાય છે એમાં માથાના પાછળના ભાગમાં દુઃખાવો થાય, ઉલ્ટી થતા દુઃખાવામાં રાહત જણાય, ચક્કર આવે, જરા પણ શ્રમ કરતા શ્ર્વાસ લેવામાં તકલીફ થાય તથા થાક લાગે. લોહીનું દબાણ વધારે પડતું વધી જાય તો નસકોરી ફૂટવાની શક્યતા રહે, મન બેચેન રહે, કોઈ કામમાં મન લાગે નહીં, સ્વભાવ ચીડિયો થઈ જાય, ધબકારા વધી જાય, પગમાં કળતર થાય, ખાલી ચઢે કે ઝણઝણાટી થાય. સ્વભાવ ભૂલકણો થઈ જાય, અનિંદ્રાની ફરિયાદ રહે, ફેફસાંમાં સોજો આવે, ગળફામાં લોહી પડે, રાત્રે પેશાબ કરવા વધારે વખત જવું પડે

     કિડની અંતઃસ્ત્રાવોની અસર વગર જ્યારે બ્લડ-પ્રેશર વધારે લાગે ત્યારે તેને તે એસેન્સીયલ હાઈ બ્લડ-પ્રેશર (essential high blood pressure) તરીકે ઓળખવામાં આવે છે.

-સામાન્ય રીતે 40 થી 60 વર્ષની ઉંમર વચ્ચે બ્લડ-પ્રેશર વધુ ઊંચુ રહી શકે છે. સ્ત્રીઓમાં પુરુષો કરતા બ્લડ-પ્રેશર ઊંચુ રહે છે.
-વારસાગત રીતે બ્લડ-પ્રેશર ઊંચુ રહી શકે છે.
-વધુ વજનવાળા, જાડા માણસોને બ્લડ-પ્રેશર ઊંચુ રહેવાની શક્યતા રહે છે.
-30 વર્ષથી નાની ઉંમરે જ્યારે વધારે પડતું કે સતત બ્લડ-પ્રેશર જણાય તો ક્રોનિક પાઈલો- નેફ્રાઈટીસ વગેરે જવાબદાર હોય છે.

ઉચ્ચ રક્તચાપ માટેઃ
-કિડની અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે.
-લોહીની પરિભ્રમણની મુખ્ય ધમની જવાબદાર હોય છે.
-ગર્ભાવસ્થામાં થતા ચોક્કસ ફેરફારો જવાબદાર હોય છે.

     અલ્પ સમય માટે વધેલું લોહીનું દબાણ માનસિક ચિંતા, અતિશય શ્રમ કે થાકને લીધે હોય છે. તેની અસર ઓછી થતાં લોહીનું દબાણ રાબેતા મુજબનું થઈ જાય છે, તેમાં ચિંતાનું કારણ હોતું નથી.

     હાઈ બ્લડ-પ્રેશરની સારવારમાં બેધ્યાનપણું જળવાય તો કિડની નિષ્ફળ જવાની, મગજની લોહીની નસ તૂટી જતાં લકવો થવાની, હૃદય પહોળું થઈ હૃદયરોગના હુમલા (હાર્ટએટેક)ની શક્યતા રહે છે. આ સિવાય આંખની લોહીની નસો તૂટી જવાની કે શરીરના બીજા કોઈ અંગમાં લોહી નીકળી જવાની (હેમરેજ) શક્યતા રહે છે. આથી આ રોગની નિયમિત દવાઓ લઈ કાબૂમાં રાખવો જોઈએ. હોમિયોપેથીની સારવાર દર્દીના લક્ષણો અને બાંધાના આધારે
આપવાથી ચોક્કસ ફાયદો થાય છે.

ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ-પ્રેશર) ક્ષારથી વધે છે. આથી ક્ષારવાળા પદાર્થોનો દર્દીએ ત્યાગ કરવો, ખાસ કરીને મીઠું ઓછું કરવું.

     દર્દીએ નિયમિત અંતરે બ્લડ-પ્રેશર ચેક કરાવતા રહેવું, તેમાં જ શાણપણ છે. અતિશય
માનસિક તાણવાળા વાતાવરણથી દૂરરહેવું, ગુસ્સો કરવો નહીં, તડકામાં ફરવું નહીં, કોલેસ્ટ્રોલ
લેવલ ઊંચુ જણાય તો ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું.

     હોમિયોપેથીની દવાઓ દર્દીના બાંધા અને લક્ષણ અનુસાર આપી શકાય છે.

     આ રોગમાં શરીરના અંગો સાથે માનસિક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેથી યોગમાં સર્વાંગાસન, સવાસન, પ્રાણાયમ વગેરે ઉપયોગી થાય છે.

     હોમિયોપેથી ઔષધીઓ દર્દીનો બાંધો, સ્વભાવ બદલી એને વ્યવસ્થિત કરે છે. તેની સાથે લોહી ધમનીઓની ખામી દૂર થાય છે અને બ્લડ-પ્રેશર કાયમી રીતે મટી જાય છે.

Copyright © All right reserved by www.drpradipdoshi.com